ભાવનગર

લોકભારતી સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂતો માટેની ઓન કેમ્પસ તાલીમ યોજાઇ

કૃષિ વિજ્ઞાન કૃષિ કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ કરવા માટે પસંદ થયેલા વિલિંગ ફાર્મરમાંથી
કુલ ૪૪૩ ખેડૂતોને ઓન કેમ્પસ તાલીમ આપવામાં આવી હતી.
NMNF અંતર્ગત વિલિંગ ફાર્મરની ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન સહભાગીઓને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતની બનાવવાની માહિતી આપવામાં આવી
હતી. આ સાથે જ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુંઠાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા વિવિધ અસ્ત્રોની માહિતી આપવામાં આવી હતી.
તેમજ મોડલ ફાર્મ ની મુલાકાત કરાવવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની માહિતી આપવામાં આવી
હતી. પ્રાકૃતિક ખેતી ના પાંચ આયામો ની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Related Posts