અમરેલી

સંસ્મરણોની પાંખે, જીવતાં ગાંધી…બાલુબાપા ગઢીયા.. 

૧૯૮૭- ૮૮માં તાતણીયા તાલુકો ખાંભાના કેટલાક ગામોમાં નાની ધારીના એક માથાભારે અસામાજિક તત્વના ત્રાસથી લોકો ત્રાસી ગયા હતા, ધોળે દિવસે ગામ ખેતરોમાં લોકો પાસેથી પૈસા પડાવતા હોય ભયજનક વાતાવરણ પ્રવર્તતું આ સંદર્ભે લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો. લોકોને ઘર બહાર કે ખેતરે પણ જઈ શકાય નહીં. આવી વિકટ પરિસ્થિતિ  કોઈ સરકારશ્રી પાસે રજૂ ન કરે બીકના માર્યા કોઈને કહે પણ નહીં, આવા ભયના માહોલમાં બાલુબાપા ગઢીયાને ગામના લોકોએ વાત કરી. આજુબાજુના ગામમાં એ માથાભારે શખ્સનો ત્રાસ દિવસે દિવસે વધતો જતો હતો. કામે કેમ જવું? આ વિગત અને વિપત્તિથી પરિચિત થયાં બાદ ખુદ બાલુબાપાએ જિલ્લાના અધિકારીઓને જિલ્લા પોલીસ વડાને જાણકરી આ સમય દરમિયાન અમરેલી જિલ્લાના ધારી વીર સાહેબ ડીવાયેસપી  તાતણીયા ગામની ઓચિંતી મુલાકાત લીધી સૌને સાંભળ્યા. હરિભાઈ મોરનો પણ શાળાએ જવાનો સમય હતો અને  તેમાં બજાર વચ્ચે લોકો ભેગા થયા ત્યારે હરિભાઈને પણ લાગ્યું કે મામલો (હકીકત) કંઈક અલગ છે. બાલુબાપા વીર સાહેબને પરિસ્થિતિ વિશે વાકેફ કરતા હતા. હરિભાઈ પણ આ બધું શાંતિથી સાંભળતા હતા, મારે કંઈક કહેવું હતું પરંતુ યોગ્ય સમયે (લાગ) બોલવું ઉંચીત લાગ્યું. વાતાવરણ ઉગ્ર હતું વીર સાહેબથી બોલાઈ ગઈ તમે (ડોસા) શું જાણો? આવું અપમાન હરિભાઈથી સહન ન થતાં હરિભાઈએ સાહેબને કહ્યું. તેઓ આ વિસ્તારના “જીવતાં ગાંધી”છે, સાહેબ. કદાચ બાલુબાપાનો પરિચય કોઈએ તાલુકાના અધિકારીએ કે રાજકીય આગેવાનોએ આપ્યો નહીં હોય વીર સાહેબની ભૂલ હતી નહીં…..l આવા અણછાજતાં શબ્દો પોતાના માટે વપરાય તો પણ એ જ સ્નેહ ભાવ અધિકારી પ્રત્યે જોવા મળેલ. જેમ સંતો કહે છે કે કોઈ અજાણ વ્યક્તિ કોઈ અણછાજતો વ્યવહાર કરે તો તેને ક્ષમ્ય ગણવો એ બાબતને ઘોળીને જીવનમાં ઉતારનાર કોઈ પણ પ્રત્યે દ્વેષ કે ઈર્ષા લાવ્યા વગર સમ્યક્ ભાવે જીવન વ્યતિત કરવું એ બાલુબાપાનો જીવનમંત્ર હતો. પેલું એક સંતનુ ઉદાહરણ અહીં રજૂ કરીએ કે એક સંત નદી કિનારે સ્નાન માટે પધારેલ નદીમાં વહેતાં તેણે પાણીના પ્રવાહમાં એક વિંછી તણાતો જોયો. સંતે એ વિછીંને પોતાના હાથે પાણીની બહાર કાઢી કિનારે મૂક્યો પરંતુ વિછીંએ એ સંતને ડંખ માર્યો આવું અનેક વાર બનેલ વિછીં નદીમાં પડે અને સંત તેને બચાવે વિછીં ડંખ દેય. આવું વારંવાર બનતા ત્યાં ઉભેલા લોકોએ સંતને કહ્યું આપ વિછીંને બચાવો છો અને એ વારંવાર ડંખ દે છે છતાં આપ કેમ એને બચાવો છો? ત્યારે સંતે જવાબ આપ્યો કે વિછીંનો સ્વભાવ ડંખ દેવાનો હોય અને માનવ સ્વભાવ જીવન બચાવવાનો હોય છે એ જાનના જોખમે પણ એનો સ્વભાવ ત્યજી નથી શકતો તો હું બચાવવાનો સ્વભાવ કેમ ત્યજી શકું?? કંઈક આવી જ  મહાનતા બાલુબાપાની હતી. એટલે તેમને  કોઈ પ્રત્યે જરાપણ દુર્ભાવ રાખ્યા વગર પરિસ્થિતિને સમજી લીધી. અંતે તાતણિયાના પ્રવેશદ્વારે આવેલ લાતીવાળા જગા માધુ પીપળીયાને ત્યાં વીરસાહેબ, આર. ડી. ઝાલા (નિવૃત્ત પોલીસ અધિકારી)એ સુખદ સમાધાન કરી લોકોને ત્રાસમાંથી મુક્ત કર્યા. બાલુબાપા અજાતશત્રુ હતા ગાંધીવાદી વિચાર તેના આદર્શો હતા. સૌના હૃદયમાં વસેલા તેવો ખરેખર”જીવતાં ગાંધી”નું બિરુદ મળ્યું હતું, ખરાં અર્થમાં એ લોકસેવક હતા.

Related Posts