બોલિવૂડ

oscar ૨૦૨૩માં કાર્પેટનો રંગ નહીં હોય લાલ, શું હવે આ પરંપરા બદલાઈ જશે?!..

સિનેમા જગતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાંથી એક ઓસ્કાર છે, જેના ટેલીકાસ્ટમાં હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે. એકેડેમી અવોર્ડ (ઓસ્કાર) ૧૨ માર્ચ એટલે કે રવિવારે અમેરિકાના લોસ એંજેલિસના ડોબ્લી થિયેટરમાં આયોજિત થશે. આ વખતે ઓસ્કરા ભારત માટે પણ ખાસ રહેશે કારણ કે સાઉથ ઇન્ડિયન બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઇઇઇ’ પણ ઓસ્કારની રેસમાં સામેલ છે. તેવામાં તમામ ભારતીય આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે. આ સાથે જ વધુ એક બદલાવ થવા જઇ રહ્યો છે, જે ૬૨ વર્ષમાં પહેલીવાર થશે. અવોર્ડ શો ભલે કોઇપણ હોય પરંતુ તેમાં રેડ કાર્પેટનું ખાસ મહત્વ હોય છે.

આ જ રેડ કાર્પેટ પર સ્ટાર્સ જલવો વિખેરતા જાેવા મળે છે. તેથી જ રેડ કાર્પેટને ગ્લેમર સાથે પણ જાેડવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે ૬૨ વર્ષ બાદ પહેલીવાર ઓસ્કારમાં કાર્પેટનો રંગ લાલ નહીં હોય. આવું કેમ કરવામાં આવી રહ્યું છે, તેની પાછળનું કારણ શું છે તમને જણાવીએ… અને હવે લાલ રંગનું નહીં, આ રંગનું હશે કાર્પેટ?!.. ઓસ્કાર અવોર્ડ ફંદ્‌શાનના રેડ કાર્પેટ પર ચાલવું દરેક સ્ટારનું સપનું હોય છે. પરંતુ રેડ કાર્પેટનો રંગ વખતે બદલાયેલો જાેવા મળશે. ૧૯૬૧ એટલે કે ૩૩માં ઓસ્કાર અવોર્ડ્‌સ બાદથી દર વખતે રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું છે.

પરંતુ આ વખતે પરંપરા બદલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ખરેખરસ ઓસ્કારની યજમાની કરતા એકેડેમી ઓફ મોશન પિક્ચર્સે રેડના બદલે તેના માટે આ વખતે ચમકદાર વ્હાઇટ કલર એટલે કે ‘શેમ્પેન’ને પસંદ કર્યો છે. ઓસ્કાર અવોર્ડ સમારોહ લોસ એંજેલિસમાં ૧૨ માર્ચે આયોજિત થશે, જ્યારે ભારતમાં સમારોહ ૧૩ તારીખે સવારે જાેવા મળશે. ઓસ્કાર હોસ્ટ જિમી કિમેલે હોલીવુડના ડોબ્લી થિયેટરમાં આ કાર્પેટ લોન્ચ કર્યુ છે. અવોર્ડ પ્રેઝેંટેટર છે દીપિકા પાદુકોણ?.. ૯૫માં ઓસ્કાર અવોર્ડ શોમાં બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અવોર્ડ પ્રેઝેંટેટર રહેશે. તેની સાથે એમિલી બ્લંટ, સેમુઅલ એલ જેક્સન, જેનિફર કોનેલી, ડ્‌વેન જાેનસન, માઇકલ બી જાેર્ડન, જેનેલ મોને, જાે સલદાના અને મેલિસા મેક્કાર્થી પણ વિજેતાને અવોર્ડ આપશે.

દીપિકા ત્રીજી એવી ભારતીય મહિલા છે જે ઓસ્કાર અવોર્ડ પ્રેઝન્ટ કરશે. તેની પહેલા ૨૦૧૬માં પ્રિયંકા ચોપરા બીજી જ્યારે પર્સિસ ખંબાટા પહેલી ભારતીય મહિલા અવોર્ડ પ્રેઝેન્ટેટર હતી. ભારતીય સમય અનુસાર તેનું લાઇવ ટેલિકાસ્ટ તમે ૧૩ માર્ચ ૨૦૨૩ એટલે કે સોમવારે સવારે ૫.૩૦ વાગ્યાથી જાેઇ શકશો. ભારતમાં આ અવોર્ડ સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ ઓટીટી પ્લેટફોર્મ ‘ડિઝની હોટસ્ટાર’ પર કરવામાં આવશે. આ ઉપરાંત એબીસી નેટવર્ક કેબલ, સિલિંગ ટીવી, હુલુ પ્લસ લાઇવ ટીવી, યુટ્યુબ ટીવી અને ફુબો ટીવી પર લાઇવ જાેઇ શકાશે.

Related Posts