તા. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સશસ્ત્ર આતંકવાદીઓએ ભારત-શાસિત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ૨૬ પુરુષો મૃત્યુ પામ્યા અને ૨૦ થી વધુ ઘાયલ થયા. આ ઘટના પહેલગામ નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ, બૈસરન ખીણમાં બની હતી. મોટાભાગના પીડિતો હિન્દુ હતા. આ આતંકી હુમલાની અત્યંત દુ:ખદ ઘટનાને લીધે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા આ વર્ષે ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. પરશુરામ સેના દ્વારા બ્રહ્નપુરી વાડી ખાતે ભગવાન શ્રી પરશુરામજી નું પૂજન-અર્ચન-આરતી કરવામાં આવેલ. ત્યારબાદ પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના આત્માની શાંતિ માટે શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો.તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
પરશુરામ સેના- સાવરકુંડલા દ્વારા શ્રી પરશુરામ પ્રાગટ્ય દિવસ ની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી,આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ અર્પી ભૂદેવો દ્વારા શાંતિ પાઠ કરવામાં આવ્યો

Recent Comments