દામનગર શહેરનાં અને આજુબાજુના ૨૦-૨૫ ગામનાં લોકો દ્વારા એસ.ટી.તંત્રને લાંબા રૂટની બસ ફાળવવા માટે રજૂઆત થતી રહે છે. અગાઉ લોકો માટે આશીર્વાદરૂપ સવારની ધારી-ભાવનગર, અમરેલી-પાલીતાણા, બાબરા-કુતિયાણા, બગસરા-ભાવનગર, સાંજની અમરેલી-ભાવનગર, વાયા દામનગર સહિતની બસો ચલાવાતી હતી તે તમામ બસ લગભગ પાંચ-દસ વર્ષથી બંધ કરાયેલ છે. થોડાક દિવસથી ધારી ડેપોની દામનગર સવારે દસ વાગે આવતી ધારી-ભાવનગર લોકલ બસને બંધ કરી દેવાતા ત્રણ જિલ્લાના અમરેલી, બોટાદ અને ભાવનગરના ગામડાના લોકો પરેશાન થઇ રહ્યા છે. આ માટે સ્ટાફની ઘટ હોવાનું કહેવાતું હોય છે. આ અંગે સરકાર દ્વારા ડ્રાઈવર-કંડકટરની જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવે તે માટે જનતાનાં પ્રતિનિધિઓ યોગ્ય રજૂઆત કરી મુસાફરોને ન્યાય આપે જેથી એસ.ટી.તંત્રને સારી આવક થઈ શકે.
ધારી-ભાવનગર વાયા દામનગર લોકલ બસને વારંવાર બંધ કરાતા મુસાફરો પરેશાન




















Recent Comments