દામનગર શ્રી ધીરજલાલ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિરલ માં કાડિયોગ્રામ અને કોલેસ્ટ્રોલ ટેસ્ટ મશીનના અભાવે દર્દીઓ પરેશાન
રાત્રિના સમયે છાતીમાં દુખાવો થતા દર્દીઓને ૧૦૮ મારફતે અમરેલી સિવિલ ખસેડવાની ફરજ પડે છે
દામનગરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર અને દવાઓ મળી રહી હોવા છતાં કેટલાક મહત્વના તબીબી સાધનોના અભાવે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કાડિયોગ્રામ (ECG) અને કોલેસ્ટ્રોલ ચકાસણી માટેના મશીનો ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને તાત્કાલિક સારવારમાં વિલંબ થતો હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે અને દર્દીઓને દવાઓ પણ યોગ્ય રીતે આપવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ દર્દીને અચાનક છાતીમાં દુખાવો થાય ત્યારે કાડિયોગ્રામ કાઢવાની સુવિધા ન હોવાથી રાત્રિના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે.
અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ ઘણા કેસોમાં દર્દીનો રિપોર્ટ સામાન્ય (નોર્મલ) આવતો હોય છે અને તરત જ રજા આપવામાં આવે છે. જેના કારણે દર્દી અને તેમના પરિવારજનોને અનાવશ્યક દોડધામ અને તકલીફ વેઠવી પડે છે.
સ્થાનિક લોકોની માંગ છે કે દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક કાડિયોગ્રામ અને કોલેસ્ટ્રોલ ચકાસણી માટેની મશીનરી મુકવામાં આવે જેથી સ્થાનિક દર્દીઓને નજીકમાં જ તપાસ અને સારવાર મળી રહે.
આ અંગે વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા દંડક કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા દામનગર દવાખાનાની મુલાકાત લઈને જનતાની આ યોગ્ય માંગ પૂરી કરે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે.
















Recent Comments