અમરેલી, તા.૧૬ જૂન, ૨૦૨૫ (સોમવાર)* તા.૧૬ જૂન, ૨૦૨૫ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે સૂરજવડી નદી ઉપર આવેલા સૂરજવડી સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકાથી વધુ પાણી ભરાયેલું છે.આથી, ડેમમાં પાણીની આવક વધતા ૦.૩૦ મી. ઓવરફલો થયો છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ પ,૯૬૦ કયુસેક છે.
સુરજવડી નીચાણ વાસના ગામો (૧) દોલતી અને (૨) ઘાંડલા ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી આપવા અમરેલી ફ્લડ સેલ વાયરલેસ ઓપરેટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
Recent Comments