PGVCL નો ખુલાશો : કર્મચારીની શરત ચૂક ના કારણે ગ્રાહકને લેખિત જાણ કરવામાં આવી હતી
આજરોજ તા ૯ ૧૨ ૨૦૨૩ ના રાષ્ટ્રીય લોક અદાલત છે. લોક અદાલત માં વીજ ગ્રાહકો કે જેની જૂની લ્હેણી રકમ બાકી હોય તેવા ગ્રહકોને વ્યાજ માફી તથા ડી.પી.સી. માફી મળે તથા વકીલ રોકવા ન પડે તેવા શુભ આશય હોય છે. આવા જ એક ગ્રાહક શ્રી હરેશભાઇ પોપટભાઈ સોરઠીયા મુ. નાની કુંકાવાવ, ગ્રાહક નંબર ૮૩૬૦૯૦૦૯૯૩૪ જેની લ્હેણી રકમ રૂ ૧ હતી તેને પણ કર્મચારીની શરત ચૂક ના કારણે ગ્રાહકને લેખિત જાણ કરવામાં આવેલ.
આ પ્રકાર ની લેખિત જાણ ની યાદી કોમ્પુટર સિસ્ટમ દ્વારા તૈયાર થતી હોય છે, જેની ચકાસણી કર્મચારી દ્વારા કરવા માં આવે છે, પરંતુ આ કેસ માં કર્મચારી દ્વારા ચકાસણીમાં ક્ષતિ રહી ગયેલ છે. સામાન્ય રીતે મામૂલી રકમ હોય તેવા સંજોગો માં આવી લેખિત જાણ કરવામાં આવતી નથી પરંતુ કર્મચારી ની શરતચૂક ના કારણે આ બનવા પામેલ છે.આ અંગે શ્રી હરેશભાઇ પોપટભાઈ સોરઠીયા ને ટેલિફોનિક તેમજ રૂબરૂ સમજણ આપવામાં આવેલ છે અને કર્મચારી ને પણ ભવિષ્યમાં આવું ન બને તે માટે સૂચના આપવામાં આવેલ છે.
Recent Comments