અમદાવાદ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વ્યક્ત કરાયેલ દુઃખ
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી
ભાવનગર ગુરુવાર તા.૧૨.૬.૨૦૨૫
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે. રાજ્યનું પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી શોકની લાગણી રહેલ છે.
ગુજરાતમાં અમદાવાદથી લંડન જતાં વિમાનમાં સર્જાયેલ આકસ્મિક દુર્ઘટનાથી ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને હોદ્દેદાર કાર્યકર્તાઓ દ્વારા દુઃખ વ્યક્ત કરાયેલ છે.
અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત રહેલ મૃદુભાષી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે યાત્રિકો અને અન્ય મરણથી ગુજરાત સહિત દેશ અને દુનિયામાં શોકની લાગણી રહેલ છે. આ અકસ્માતમાં ભાવનગર સહિત ગુજરાતનાં યાત્રિકો ભોગ બન્યાં છે, તેમજ વિમાન નીચે પટકાતાં સ્થાનિક નિવાસકર્તા તબીબો સહિત અન્ય વ્યક્તિઓનાં અકાળ મૃત્યુથી ભાજપ દ્વારા સંવેદના રહેલ છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારૂભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રી શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજુભાઈ ફાળકી અને હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે દુઃખ વ્યક્ત કરાયેલ છે, તેમ પ્રવક્તા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
Recent Comments