PM મોદીએ ફ્રાન્સમાં આપી ઘણી ખાસ ભેટ
ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. ગઈકાલે, તેઓ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ બન્યા હતા. ફ્રાન્સના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ચંદનથી બનેલી સિતાર ભેટમાં આપી હતી. મેક્રોનને ભેટમાં આપેલી સિતારમાં સરસ્વતીની છબીઓ છે, જેને જ્ઞાન, સંગીત, કળા, વાણી, શાણપણ અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. આ સિતાર પર ભગવાન ગણેશની આકૃતિ પણ બનેલી છે. પીએમ મોદીએ ફ્રાન્સની ફર્સ્ટ લેડી બ્રિગેટ મેક્રોનને ચંદનના બોક્સમાં પોચમપલ્લી સાડી ભેટમાં આપી હતી. પોચમપલ્લી સિલ્ક ઇકત સાડી ભારતની સુંદરતા, કારીગરી અને સાંસ્કૃતિક વારસાને સમાવે છે. પોચમપલ્લી તેની ડિઝાઇન અને રંગો માટે પ્રખ્યાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્નને ‘માર્બલ ઇનલે વર્ક ટેબલ’ ભેટમાં આપ્યું હતું. આ માર્બલ રાજસ્થાનના મકરાણા શહેરમાં જાેવા મળે છે જે ઉચ્ચ ગુણવત્તાના માર્બલ માટે પ્રખ્યાત છે. વડા પ્રધાન મોદીએ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના સ્પીકર યેલ બ્રૌન-પિવેટને હાથથી વણેલી ‘સિલ્ક કાશ્મીરી કાર્પેટ’ ભેટમાં આપી હતી. કાશ્મીરના હાથથી વણાયેલા રેશમી કાર્પેટ તેમની કોમળતા અને કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પીએમ નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ સેનેટના પ્રમુખ ગેરાર્ડ લાર્ચરને હાથી અંબાવરી ભેટમાં આપી હતી. આ મૂર્તિ શુદ્ધ ચંદનમાંથી બનેલી છે. આ ચંદનના હાથીના શિલ્પો ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે, જે શાણપણ, શક્તિ અને સારા નસીબનું પ્રતીક છે.
Recent Comments