ગુજરાત

રિબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ ઘટનાનું પોલીસ દ્વારા મુખ્ય આરોપીને સાથે રાખીને રી-કન્સ્ટ્રક્શન કરાયું

ગોંડલના રિબડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર લોકો જોડે ફાયરિંગ કરાવનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળના કોચી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ SMC પોલીસ દ્વારા સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાર્દિકસિંહનો સુરત પોલીસ પાસેથી લાજપોર જેલ માંથી કબજો મેળવીને તા. 20ના રોજ કોર્ટમાં રજૂ કરાયો હતો. તાલુકા પોલિસ દ્વારા આરોપીના 10 દિવસના રીમાન્ડ ની માંગ સાથે રજૂ કરતા ગોંડલ કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.પોલીસે મુખ્ય આરોપી હાર્દિક સિંહને લઇને તમામ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ કેસમાં તપાસ દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાર્દિક સિંહને દોરડા વડે બાંધી રીબડા ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસ સ્થાન, ફાર્મ હાઉસ તેમજ પેટ્રોલપંપ પર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું.ફાયરિંગ કરાવતા પહેલા આ તમામ સ્થળોની રેકી કરી હતી ત્યારબાદ બે બુકાની ધારી સાગરીતો દ્વારા પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગનો પ્લાન કઈ રીતે બનાવ્યો અને શૂટરને કઈ રીતે તૈયાર કરાયા તે સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન કરી પોલીસે સવાલો પૂછતાં આરોપી હાર્દિકસિંહ પોપટ બની ગયો હતો.

ફાયરીંગ ના આ કેસ સંદર્ભે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી મુખ્ય આરોપી હાર્દિકસિંહ ની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે  હાર્દિકસિંહ દ્વારા રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી ઉપર ફાયરિંગ કરવા બાબતે પ્લાન પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. રીબડા ખાતે રાજદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરવા માટે ખુદ હાર્દિકસિંહ જાડેજા રીબડા ગયો હતો. તેમજ ત્યારબાદ પોતાના માણસો દ્વારા પીન્ટુ ખાટડી ઉપર રાજકોટમાં પણ ફાયરિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે કોઈ કારણોસર બંને યોજનાઓમાં નિષ્ફળ નિવડતા રીબડા ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવાની યોજના બનાવી હતી. પોલીસની પૂછપરછમાં હાર્દિક સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ ખાતે રહેતા રાજુરુપમ ઉર્ફે રાજુ પોપટના પુત્ર જય પોપટ સાથે પોતે અભ્યાસ કરતો હતો. ત્યારે સાત વર્ષ અગાઉ બંને મિત્રો વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. જે માથાકૂટમાં હાર્દિકસિંહને 150 ફૂટ રીંગ રોડ ઉપર માર મારવામાં આવ્યો હતો. જેમાં રાજદીપસિંહ તેમજ પીન્ટુ ખાટડી સહિતના સામેલ હોવાની હાર્દિકસિંહને શંકા હતી. જે બાબતનો બદલો લેવા માટે ફાયરીંગ કરાવ્યું હોવાની કબુલાત આપી છે.

Related Posts