ગુજરાત

બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ પુત્ર દ્વારા અકસ્માત; કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા

બનાસકાંઠાના પાલનપુરમાં એક પોલીસ પુત્ર દ્વારા માલણ રોડ પર વાસડા ગામ નજીક અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસની નેમ પ્લેટ લગાવેલી એક કારે સામેથી આવતી અન્ય કારને જાેરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
મીડિયા સુત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત સર્જનાર કારનો ચાલક પોલીસ પુત્ર સાહિલ મુડેઠીયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સાહિલ નશામાં ધૂત હતો અને કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેણે આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કારમાં સવાર અન્ય એક યુવકે પણ પોતે અને સાહિલ નશામાં હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત કારમાંથી બીયરના ટીન પણ મળી આવ્યા હતા, જે સાહિલના નશામાં હોવાનો દવાને સમર્થન આપે છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. એક પોલીસ પુત્ર દ્વારા નશામાં ધૂત થઈને અકસ્માત સર્જવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે. પોલીસ આ મામલે કેવા પગલાં ભારે છે તે જાેવું રહ્યું.

Related Posts