અમરેલી ભારતીય કિસાન સંઘ ના વરીષ્ઠ આગેવાન ને અમરેલી જિલ્લા ના પુર્વ પ્રમુખ લાલજીભાઈ વેકરીયા નું તા,૧૫/૧/૨૬ ને ગુરૂવાર ના દિવસે દેહાંવસાન થતા સદગત ની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લાભર માંથી ખેડૂતો ભારતીય કિસાનસંઘ ના કાર્યકર્તા ધારી શહેર ના સામાજિક રાજકીય અને સેવા ભાવિ સંગઠનો ના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા ને સદગત ના પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન કરાયો હતો સદગત ની પ્રાર્થના સભા તા ૧૭/૧/૨૬ ના ધારી શહેર ના વેકરીયાપરા પટેલ સમાજ ખાતે સાંજે ૪-૦૦ થી ૫-૦૦ યોજાયેલ જેમાં ધારાસભ્ય જે વી કાકડીયા, પુર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા ભારતીય કિસાનસંઘ ગુજરાત પ્રદેશ પુર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા ગુજરાત પ્રદેશ મનસુખભાઈ પટોળીયા,, જુનાગઢ જીલ્લા પ્રમુખ રાજેશભાઈ બુહા રતીભાઈ પાધડાર અમરેલી જિલ્લાના બબાભાઈ વરૂ જીલ્લા મંત્રી વિનુભાઈ દુધાત પુર્વ પ્રમુખ વસંતભાઇ કોશિકભાઈ બાલુભાઈ અમરેલી જિલ્લા ના કાર્યકર્તા RSS ના જીલ્લા કાર્યવાહક ભરતભાઈ રાદડીયા સહિત સંઘ સંસ્થા વિશ્વ હીંદુ પરીષદ ના સહકારી સંસ્થા ના આગેવાન ધાર્મિક જગ્યા દાનગીગા ના કોઠારી ચલાલા સહિત સમગ્ર પંથક માંથી સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણી ઓએ પ્રાર્થના સભા માં શ્રદ્ધાજંલી અર્પી હતી સતત કિસાનસંઘ ની જ્યોત જલાવી ને સંગઠન ને મજબુત કરવા માટે તેમને તેમનું જીવન સમર્પિત કરી જનાર વેકરિયા ના દેહાંવસાન થી સમગ્ર પંથક ને પુરી ન શકાય તેવી ખોટ પડી છે સદગત ના પરિવારજનો સધિયારો આપતા અનેક અગ્રણી ઓ એ સાંત્વના પાઠવી હતી
અમરેલી ભારતીય કિસાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ લાલજીભાઈ વેકરીયા દેહાંવસાન થતા પ્રાર્થના સભા યોજાય

















Recent Comments