અમરેલી

આંસોદર  પ્રાથમિક શાળા નું ગૌરવ પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બદલ રાજ્ય ના મંત્રી ઓના હસ્તે મહાત્મા મંદિર ખાતે વિશિષ્ટ બહુમાન

દામનગર શ્રી આંસોદર  પ્રાથમિક શાળાનું ગૌરવ તા.૨૮/૦૧/૨૫ ના રોજ  મહાત્મા મંદિર  ગાંધીનગર ખાતે 7th International Wetland DaySeminar-cum-workshop 28 thi 30 January 2025 Protecting Wetlands for Our Common Future વિષય પર યોજાયેલ,,જેમાં મુખ્ય મહેમાન મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ મંત્રી કેબિનેટ કક્ષા,મુકેશભાઈ પટેલ  મંત્રીશ્રી વન અને પર્યાવરણ વિભાગ રાજ્ય કક્ષા,ડો.આર.કે.સુગૂર IFS ડાયરેક્ટર ગીર ફાઉન્ડેશન,ડો.જયપાલસીંગ IFS PCCFવાઈલ્ડ લાઈફ ગુજરાત સંજીવ કુમાર IAS Principal  Secretary Forest & Env.dept.Gujarat આર.પી.ગેલોત GFS Dy.Director ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તેમજ મી.આશિષ તિવારી IFS ડો.તેજ મુંડકુર મી.બ્રીજેન્દ્ર સ્વરૂપ,IFS મી વિશ્વરંજનસિન્હા ડો.રીતેશકુમાર,ડો બી.સુચીન્દ્ર IFS ડો.શરદ ચંદ્ર અને અન્ય  મહાનુંભાવોએ દિપ પ્રાગટ્ય કરી  કાર્યક્રમ ખુલ્લો  મૂક્યો હતો જે અંતર્ગત પર્યાવરણ વિભાગ માંશ્રેષ્ઠ 

કામગીરી કરનાર ૪ શાળાઓને સન્માન માટે બોલાવેલ.આ ચાર શાળાઓ માં શ્રી આંસોદર પ્રા.શાળાને  પર્યાવરણ સંવર્ધન અને વેટલેન્ડ બાબતમાં સારી પ્રવૃત્તિ કરવા બદલ શાળાને ગુજરાત રાજ્ય કેબિનેટ કેબીનેટ કક્ષાના મંત્રી માનનીય મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષા  મુકેશભાઈ પટેલ અને મંચસ્થ મહાનુંભાવો દ્વારા આચાર્ય સુરેશભાઈ  નાગલા અને હેત રાજેશભાઈ  રાંક તેમજ વિશાલ સુરેશભાઈ  મેર  નું સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળાની આ પ્રવૃતિને ઈન્ટરનેશનલ લેવલ સેમીનારમાં બીરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.આ તકે શાળા પરીવારે મહાનુંભાવો અને ગીર ફાઉન્ડેશન  ગાંધીનગરનો આભાર સાથે રાજીપો વ્યક્ત  કરેલ.

Related Posts