વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે અલગ-અલગ સમયે મુલાકાત કરી.
જાેકે, રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાત પાછળનું કારણ અને તેમની સાથે શું ચર્ચા થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી.
રાષ્ટ્રપતિ ભવને રવિવારે ઠ (અગાઉ ટ્વિટર) પર બંને બેઠકોના ફોટા શેર કર્યા.
ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર ઠ એકાઉન્ટ દ્વારા રવિવારે બપોરે ૧૨.૪૧ વાગ્યે મુલાકાતના ફોટા સાથે પોસ્ટ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન શ્રી જ્રહટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.”
કલાકો પછી, સાંજે ૬.૩૫ વાગ્યે, ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિને મળ્યા તે વિશે ફરીથી પોસ્ટ કરવામાં આવી. “ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા,” પોસ્ટમાં લખ્યું હતું.
યુનાઇટેડ કિંગડમ અને માલદીવની તેમની તાજેતરની વિદેશ મુલાકાત પછી વડા પ્રધાન રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા તે પહેલી વાર હતું.
સંસદના ચાલુ ચોમાસા સત્ર વચ્ચે આ મુલાકાત થઈ રહી છે, જે ૨૧ જુલાઈથી શરૂ થઈ હતી, અને ગયા અઠવાડિયે સોમવાર અને મંગળવારે બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર ગરમાગરમ ચર્ચા થઈ હતી.
ગયા અઠવાડિયે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવાને લોકસભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જાેકે, ઉપલા ગૃહે હજુ સુધી ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કર્યો નથી. મણિપુર આ વર્ષે ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) પર સંસદમાં વિપક્ષના સતત વિરોધ વચ્ચે પણ આ હાઇ-પ્રોફાઇલ બેઠકો યોજાઈ રહી છે. વિપક્ષે રાજ્યની ચૂંટણી પહેલા સંસદમાં આ કવાયત પર વિગતવાર ચર્ચાની માંગ કરી છે.
યુનાઇટેડ સ્ટેટ્સે રશિયા સાથે વ્યાપાર કરવા બદલ ભારત પર ૨૫ ટકા ટેરિફ અને અનિશ્ચિત દંડની જાહેરાત કર્યા પછી આ પહેલી વાર છે જ્યારે પીએમ અને રાષ્ટ્રપતિ મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે અલગ-અલગ સમય પર મુલાકાત કરી

Recent Comments