રાષ્ટ્રીય

મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે

મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે જાહેરાત કરી છે કે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી ૧૨ માર્ચે પોર્ટ લુઈસ જશે. મોરેશિયસ ના વડાપ્રધાન રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. વડા પ્રધાન રામગુલામે શુક્રવારે નેશનલ એસેમ્બલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, “આ આપણા દેશ માટે ખરેખર એક વિશેષ સન્માનની વાત છે કે આટલા વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં, અમને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ (વડાપ્રધાન મોદીના) ને હોસ્ટ કરવાની તક મળશે.

” મોરેશિયસના વડાપ્રધાન રામગુલામે કહ્યું કે પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમણે ભારતીય નેતાના વ્યસ્ત કાર્યક્રમને પ્રકાશિત કરવા માટે મોદીની પેરિસ અને યુએસની તાજેતરની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો. ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. મોરેશિયસ ના વડાપ્રધાને કહ્યું કે “આપણા દેશની આઝાદીની ૫૭મી વર્ષગાંઠની ઉજવણીના પર્વ પર , મને જણાવતા ખુબજ આનંદ થાય છે કે મારા આમંત્રણ પર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમારા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનવા માટે સંમત થયા છે.”

Follow Me:

Related Posts