fbpx
રાષ્ટ્રીય

PSLV C૫૧નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ, ઈસરોએ ૨૮ ફેબ્રુઆરીએ રોકેટ લોન્ચ કરશે

સંપૂર્ણપણે બ્રાઝિલ દ્વારા વિકસિત કરવામાં આવેલું પ્રથમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ ટ્‌વીટરના માધ્યમથી PSLV C૫૧ નું લોન્ચિંગ રિહર્સલ પૂર્ણ થઈ ગયું હોવાની અને ૨૮મી ફેબ્રુઆરીએ સવારે ૧૦ઃ૨૪ કલાકે આ રોકેટ લોન્ચ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.PSLV C૫૧એ ભારતીય પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામનું ૫૩મું મિશન છે.

તાજેતરમાં રચાયેલા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડના પ્રથમ સમર્પિત વાણિજ્યિક મિશનમાં ઈસરો ૨૮મી ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા ખાતેના સ્પેસપોર્ટ પરથી બ્રાઝિલના PSLV C૫૧ અને ૨૦ અન્ય ઉપગ્રહોને લોન્ચ કરશે. ઈસરોના કહેવા પ્રમાણે ઉપગ્રહોને અંતરિક્ષ એજન્સીના રોકેટ ઁજીન્ફ-ઝ્ર૫૧ દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ હવામાનને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવશે.

PSLV C૫૧ એ PSLV C૫૧ પ્રથમ સમર્પિત વાણિજ્યિક લોન્ચ મિશન છે. ઈસરો દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે છદ્બટ્ઠર્ડહૈટ્ઠ-૧ સેટેલાઈટ આ મિશનનું પ્રાઈમરી પેલોડ હશે. તે સંપૂર્ણપણે બ્રાઝિલ દ્વારા વિકસિત કરવામાં આવેલું પ્રથમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે.
ઈસરોએ ટ્‌વીટમાં આ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવનારો બ્રાઝિલનો પ્રથમ ઉપગ્રહ હોવાની માહિતી આપી હતી. છદ્બટ્ઠર્ડહૈટ્ઠ-૧એ રાષ્ટ્રીય અંતરિક્ષ સંશોધન સંસ્થાનો ઓપ્ટિલક અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ એમેઝોન ક્ષેત્રમાં જંગલોની કાપણીનું નીરિક્ષણ અને બ્રાઝિલના ક્ષેત્રમાં વિવિધ પાકના વિશ્લેષણમાં મદદ કરશે. આ રોકેટની સાથે અન્ય ૨૦ ઉપગ્રહોને પણ લોન્ચ કરવામાં આવશે.

Follow Me:

Related Posts