અમરેલી

સિટી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે કબજે થયેલા ૧૨ ટુ-વ્હીલ વાહનો છોડાવવા જાહેર સૂચના

અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પટાંગણમાં ૧૨ ટુ વ્હીલ વાહનો છે. આ વાહનોના ચાલક, માલિક કે વીમા કંપની દ્વારા વાહનોને છોડાવી જવા અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વાહનોની યોગ્ય સાચવણી અને જાળવણીના અભાવે વાહનોની કિંમત તેમજ કાર્યક્ષમતામાં દિન પ્રતિદિન ઘટાડો થાય છે. આ પરિસ્થિતિના નિવારણ માટે તેમજ કાયમી નિકાલ અર્થે આ વાહનોની જાહેર હરાજી કરવાનું યોગ્ય જણાય છે.

એમ.વી.એક્ટ ૨૦૭ અને સી.આર.પી.સી. કલમ-૪૧ (૧) ડી મુજબ કબજે વાહનોની યાદી અને તેની અંદાજિત કિંમત આ મુજબ છે. (૦૧) GJ 01 JQ 9625બજાજ કંપની પલ્સરરુ.૭,૦૦૦, (૦૨) GJ 01 EL 4831હિરો હોન્ડા સ્પલેન્ડર રુ.૪,૦૦૦, (૦૩) GJ 03 CS 6804હોન્ડા સાઈનરુ.૪,૫૦૦, (૦૪) GJ 11 B 7474હોન્ડા સ્પલેન્ડરરુ.૫,૦૦૦, (૦૫) GJ 23 AD 4483ટીવીએસ વેગો સ્કૂટીરુ.૩,૦૦૦, (૦૬) GJ 03 BK 5865બજાજ કંપની પ્લેટિના રુ.૧૦,૦૦૦, (૦૭) GJ 14 J 2452હીરો સ્પલેન્ડરરુ.૫,૦૦૦, (૦૮) GJ 14 L 0344હિરો સ્પલેન્ડરરુ.૧૦,૦૦૦, (૦૯) ચેસીસ નં. 04f16f2977હિરો સ્પલેન્ડરરુ.૧૨,૦૦૦, (૧૦) નંબર પ્લેટ વગરની પાછળ નં.302 હિરો સ્પલેન્ડરરુ.૧૫,૦૦૦, (૧૧) GJ 03 DP 1150હોન્ડા સ્પલેન્ડરરુ.૫,૭૦૦, (૧૨) નંબર વિનાની હોન્ડા સ્પલેન્ડરરુ.૩,૫૦૦ છે. આ વાહનોના માલિકોચાલકોવીમા કંપનીઓએ પોતાના વાહનો આજથી દિન-૧૦માં છોડાવવા અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી વાઘેલાએ એક યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts