સાવરકુંડલા શહેરને ડ્રિમલેન્ડ બનાવવાની નેમ સાથે સાવરકુંડલા શહેરમાં અમૃત સરોવરનું નિર્માણ થયું લાખોના ખર્ચે બની રહેલ આ અમૃત સરોવર સાવરકુંડલાના શહેરીજનો માટે એક શ્રેષ્ઠ હરવા ફરવાનું પ્રાકૃતિક સ્થળ બને એ ઉદ્દેશ્ય સાથે પ્રારંભ થયેલ આ પ્રોજેકટમાં પણ હવે ધીમે ધીમે સરોવરના બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ સરોવરની મુલાકાત લેતાં ચિત્ર કંઈક એવું જોવા મળ્યું કે સરોવરની દિવાલને સુંદર, આકર્ષક અને મનમોહક બનાવવા માટે વપરાયેલા બાંધકામના પથ્થરોના જોઈન્ટસ સાંધા તૂટવા લાગ્યા છે. એનો સીધો અર્થ કોઈ પણ વ્યક્તિ એવો જ કાઢે કે બાંધકામમાં વપરાયેલી રેતી અને સિમેન્ટ નબળી ગુણવત્તાવાળા હોય શકે. નહિતર આવી સ્થિતિ નિર્માણ ન પામે તેવું શહેરના બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યું છે.. જો આવું જ થતું હોય તો તેના પર નિયમન અને ક્વોલિટી કન્ટ્રોલ રાખનાર તંત્ર શું કરતું હશે? એ યક્ષપ્રશ્ન છે. તંત્રના જવાબદાર અધિકારીઓ આ બાબતથી વાકેફ નહી હોય એવું તો બની ન શકે. તો અહીં બાંધકામની ગુણવત્તા અંગે કોઈની સાંઠગાંઠ તો નહિ હોય ને? એવી ચર્ચા પણ લોકોમાં ચર્ચાઈ રહી છે. આ અમૃત સરોવરને ગુણવત્તા રૂપી ટોનિકની આવશ્યકતા હોય છે એ વાત પણ સ્વીકારવી ઘટે પરંતુ આ નબળી ગુણવત્તાવાળી કામગીરી રૂપી ઝહેર આ અમૃત સરોવરના સૌંદર્યને દાગ લગાવે છે. આવી નબળી કામગીરી કરનારને કોઈ પણ ભોગે બક્ષવામાં ન એવું આમજનતા ઈચ્છે છે. લોકોના પરસેવાની કમાણીના પૈસાનો સંપૂર્ણ સદુપયોગ થવો જોઈએ. ઉપરોક્ત નબળી ગુણવત્તા સંદર્ભે જે કોઈ જવાબદાર હોય તેને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં ન આવે એવી અપેક્ષા સહ.
સાવરકુંડલા શહેરને ડ્રિમલેન્ડ બનાવવાની નેમ સાથે શહેરમાં આવેલ અમૃત સરોવરના બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા..



















Recent Comments