રાજકોટમાં SOGપોલીસના પનીરની ફેક્ટરી પર દરોડા પડ્યા : ૮૦૦ કિલો પનીરનો જથ્થો સીલ કરાયો
હાલ પનીર ડૂબલિકેટ છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા, ૮૦૦ કિલો પનીરનો જથ્થો કરાયો સીલ રાજકોટમાં એક ફેક્ટરીમાં પનીરનો જથ્થો તૈયાર કરવામાં આવતો હોવાની માહિતી ર્જીંય્ પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડીને પનીર બનાવતી ફેક્ટરી પકડી પાડી આવી હતી. જ્યારે ફેક્ટરીમાંથી લાખોની કિંમતના ૮૦૦ કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે.રાજકોટમાં ર્જીંય્ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પનીર બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે.
જ્યારે ફેક્ટરીમાંથી લાખોની કિંમતના ૮૦૦ કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે. હાલ પનીર ડુપ્લિકેટ છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, પોલીસને નકલી પનીર અંગે બાતમી મળી હતી. જેને લઈને ગઈકાલે રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી લગભગ ૮૦૦ કિલોગ્રામ જેટલો પનીરનો જથ્થો મળી આવ્યો છે. જેને પોલીસની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યો છે. સાથે જ આ ફેક્ટરી ૩-૪ વર્ષથી ચાલતી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. સાથે જ સૌથી ચોંકાવનારી વાત એ પણ સામે આવી રહી છે કે, આ ફેક્ટરીમાં બહારથી ફેક્ટરીનું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું હતું. જ્યારે અંદર પનીર બનાવવામાં આવી રહ્યું હતું.આશંકાને આધારે જ આ ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી હતી અને ફેક્ટરીની માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. જાેકે, ફેક્ટરીના જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં સ્વસ્છતાનો પણ અભાવ જાેવા મળી રહ્યો છે, ત્યારે હવે આ પનીર અખાદ્ય છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments