અમરેલી

ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાના શ્રી વિનય મંદીર ખાતે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો

સણોસરા ના માનપુર ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાના શ્રી વિનય મંદીર નિવાસી ગ્રાન્ટેડ આશ્રમ શાળા તથા શ્રી ગંગોત્રી સંસ્કાર તીર્થ ઉત્તર બુનિયાદી માઘ્યમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો.જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી દેસુરભાઈ ડાંગર (નિવૃત્ત આચાર્ય શ્રી અધ્યાપન મંદિર લોકભારતી સણોસરા).

શ્રી નારણભાઈ ડાંગર (ટ્રસ્ટીશ્રી ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રંઘોળા) શ્રી જીલુભા ગોહિલ (નિવૃત્ત SRP જવાન)શ્રી ભવદીપ ગોહિલ( યુવા સરપંચશ્રી ખારડી ગ્રા.પ) પૂજ્ય સોમનાથબાપુ (મહંત શ્રી ગંગાદેરીઆશ્રમ માનપુર) શ્રી કરશનભાઈ ડાંગર (નિયામકશ્રી માનપુર સંસ્થા) તથા વિદ્યાર્થી વાલીગણ ની સૂચક હાજરી મા રક્ષાબંધન પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી સંસ્થા ના સ્થાપક શ્રી નાનુભાઈ શિરોયા(પૂજ્ય મોટાભાઈ)શ્રીરાઘવજીભાઈ ડાભી (પ્રમુખશ્રી માનપુર સંસ્થા)શ્રી પરેશભાઈ શિરોયા (મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માનપુર સંસ્થા) દ્રારા બાળકોને રક્ષાબંધન પર્વની શુભ કામનાઓ પાઠવવામાં આવી

Related Posts