ભાવનગર

રાળગોન : ગણેશ શૈક્ષણિક સંકુલમાં બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી 

 શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ અને શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનમાં ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની 135 મી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવેલ જેમા ઘો. 9 / 11અને ANM / GNM ના વિદ્યાર્થીઓએ બાબા સાહેબ વિશે પોતાનુ વ્યક્તવય રજુ કરેલ જેમા બાબા સાહેબના જીવન ચરિત્ર તેમણે કરેલ ભારતના બંધારણના કાર્યો વિશે માહિતગાર કરેલ ઉપરોક્ત રાળગોન પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી ગોહિલ અમરસિંહ બી દ્વારા વિદ્યાર્થીઓને બાબા સાહેબના શિક્ષણ પ્રત્યેના વિચારો અને કાર્યો વિશે સમજ આપી હતી.તેમજ કાર્યક્રમમાં રાળગોન ગ્રામ પંચાયત સરપંચ રાજુભાઈ લાધવા દલિત સમાજ અગ્રણી કેશવભાઈ મારુ,દેવાભાઈ મારૂ, શાળાના ટ્રસ્ટી પોપટભાઈ બારૈયા આહિર અગ્રણી ભાદરકા દાદાએ કાર્યક્રમ હાજરી આપેલ. અને સર્વ વિદ્યાર્થીઓ અને શાળાને સરસ આયોજન કરવા અભિનંદન પાઠવેલ હતા.

Related Posts