ભાવનગર

રંઘોળાનાં બાળક અકસ્માત શ્રી મોરારિબાપુ સહાય

રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણ  થતાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય શ્રદ્ધાંજલિ સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ ઈશ્વરિયા ગુરુવાર તા.૯-૧-૨૦૨૫ રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨ વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતાં આંચકો લાગતાં અકસ્માતે કરૂણ મરણ થયું હતું. આ ઘટનાથી શ્રી મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર સહાય કરતાં શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા તે અર્પણ કરવામાં આવી છે.

Related Posts