અમરેલી

સિગ્મા સ્કૂલ સાવરકુંડલા ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

સાવરકુંડલાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ૭૭ માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય લેવલે ઉજવણી કરવામાં આવી. જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શિંગાળા અને શાળાના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ નાકરાણીના હસ્તે આન-બાન-શાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

​આ તકે વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર, સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયો પર અદભૂત કૃતિઓ રજૂ કરી સામાજિક જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રી જયેશભાઈ ગેડીયા અને અતુલભાઈ કાપડિયાએ વાલીઓનું સ્વાગત કર્યું હતું, જ્યારે સ્ટાફ ગણ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરાયા હતા.

​અંતમાં સુપરવાઈઝર શ્રી ભરતભાઈ મુંજપરાએ આભારવિધિ કરી હતી અને ગરબાની રમઝટ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.

Related Posts