અમરેલી

સાવરકુંડલાની પવિત્ર ધરા પર ‘વિરાટ હિન્દુ સંમેલન’ અને ‘પંચ પરિવર્તન’ ના પવિત્ર યજ્ઞનું ભવ્ય આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે, સનાતન સંસ્કૃતિના જતન અને હિન્દુ સમાજમાં નૂતન ચેતનાના સંચાર અર્થે સાવરકુંડલાના કબીર ટેકરી (સંત કબીર વસ્તી) ખાતે આગામી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ રવિવારના રોજ એક ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે.

​આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય જેવા ‘પંચ પરિવર્તન’ના વિષયોને જન-જન સુધી પહોંચાડવાનો છે. કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં સાવરકુંડલાના વિવિધ વિસ્તારો અને મંડળો સહભાગી બનશે.

​કાર્યક્રમની રૂપરેખા અને વિશેષ આકર્ષણો આ મુજબ છે 

​રવિવારે સાંજે ૪:૦૦ કલાકથી શરૂ થનાર આ સંમેલનમાં અનેકવિધ પ્રેરક કાર્યક્રમો યોજાશે જેમાં  કાર્યક્રમની શરૂઆત માતા-પિતા પૂજન, ગૌ-પૂજન અને સંતોના સ્વાગતથી થશે.

આ પ્રસંગે ​વડીલોનું સન્માન પણ કરવામાં આવશે. ૧૦૦ વર્ષથી વધુ વયના વડીલો અને તેમના પરિવારનું વિશેષ સન્માન કરી આશીર્વાદ લેવામાં આવશે.

​આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં નિવિદ્યા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘પંચ પરિવર્તન’ વિષય પર નાટિકા અને ગોપી મહિલા મંડળ દ્વારા ભક્તિ સંકીર્તન રજૂ કરાશે.

​ ગાયત્રી પરિવારના શ્રી વિપુલભાઈ બોરીસાગર યોગ વિશે માહિતી આપશે, જ્યારે શ્રી કૌશિકગીરી ગોસ્વામી બાપુ સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ કરાવશે.

​ધાર્મિક અને બૌદ્ધિક પાથેય

​કાર્યક્રમના ઉત્તરાર્ધમાં પ.પૂ. મહામંડલેશ્વર મસ્તરામ બાપુ સંઘ કાર્ય પર ઉદબોધન આપશે અને મહંત શ્રી નારાયણ સાહેબ આશીર્વચન પાઠવશે. આરએસએસના જિલ્લા કાર્યવાહ  આકાશભાઈ પંડ્યા દ્વારા પ્રાસંગિક બૌદ્ધિક ઉદબોધન આપવામાં આવશે.

​અયોધ્યાની અખંડ જ્યોતની મહાઆરતી

​કાર્યક્રમનું વિશેષ આકર્ષણ અયોધ્યાથી લાવવામાં આવેલી અખંડ જ્યોતની મહાઆરતી અને સરયુ નદીના પવિત્ર જળનું પૂજન રહેશે. અંતમાં રાત્રે ૭:૩૦ કલાકે સામુદાયિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

​આયોજકોની ભાવભરી અપીલ

​સંત સમિતિ અને વિરાટ હિન્દુ સંમેલન સમિતિ-સાવરકુંડલા દ્વારા સમસ્ત કેવડાપરા, ભાવના સોસાયટી, સંત કબીર સોસાયટી અને અન્ય સોસાયટીના રહીશો તેમજ વિવિધ મહિલા અને યુવા મંડળોને આ ધર્મમય અવસરે સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જેનું સમય સ્થળ આ મુજબ છે 

​સ્થળ: કબીર ટેકરી, સાવરકુંડલા

તારીખ: ૦૧/૦૨/૨૦૨૬, રવિવાર

સમય: સાંજે ૪:૦૦ કલાકથી…

Related Posts