શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતાં સાટીયા પિયુષ રામભાઈએ ધોરણ 12 ના પરિણામમાં મેળવી ભવ્ય સફળતા
ઉલ્લેખનીય છે કે ગણેશ શાળા – ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા સાટીયા પિયુષ રામભાઈ જણાવે છે કે તેમણે ધોરણ 12 માં બોર્ડમાં 98.40 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે તેમણે તત્વજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે,તેમનું જણાવવું છે કે તેમના પિતાશ્રી વ્યવસાયે ખેત મજૂરી કરે છે,પિયુષને નાનપણથી જ દેશ સેવા કરવાનું સ્વપ્ન છે એટલે ધોરણ 12 પછી તે પોલીસ બની સેવાના કાર્યો કરવા ઈચ્છે છે. તેમની આ ભવ્ય સફળતા પાછળ તેઓ જણાવે છે કે શાળાની અંદર થતું રીડિંગ તેમજ સમયાંતરે લેવામાં આવતા રાઉન્ડ પેપર અને દર અઠવાડિયે લેવામાં આવતી વિકલી ટેસ્ટના કારણે તેમણે આ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. સાથોસાથ સમયાંતરે વિષય શિક્ષકો દ્વારા મળતું માર્ગદર્શન તેમની આ સફળતા પાછળ મુખ્ય કારણરૂપ છે તેવું જણાવે છે. પિયુષ જણાવે છે કે ગ્રામ્ય કક્ષાએ સામાન્ય પ્રવાહમાં વિવેકાનંદ જેવી શાળા એ વાલીઓની પહેલી પસંદગી રહેવી જોઈએ.















Recent Comments