પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના લાઠી તાલુકાના પ્રાથમિક શાળા-હજીરાધાર-કેન્દ્ર નં.૬૨ તથા લાઠીના મહાવીરનગર પ્રાથમિક શાળા-લાઠી કેન્દ્ર નં. ૫૪ ખાતે સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.
ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી. જરૂરી નમુનાનું અરજી પત્રક મામલતદાર કચેરી, લાઠી અથવા જિલ્લા પુરવઠા અધિકારી-પી.એમ.પોષણ યોજના (મધ્યાહન બોજન શાખા)ની કચેરી અમરેલીમાંથી મળી શકશે. જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથોનું અરજીપત્રક તા. ૨૫.૦૫.૨૦૨૬ના રોજ બપોરના ૨ વાગ્યા સુધીમાં મામલતદાર, લાઠીની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ લાઠી મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.













Recent Comments