ગુજરાત

ડભોઇ સરિતા રેલ્વે ઓવર બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

સરિતા રેલ્વે ઓવર બ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સળિયા દેખાવા લાગ્યા ટુ વ્હીલર ચાલકોની ગાડીઓ ફ્સાઈ હતી.
ગંભીર અકસ્માતનું કારણ બને તે પહેલા સળિયા કાપી નાખો અથવા રીપેર કરવા માગ ઉઠી છે. વારંવાર રેલવે ઓવરબ્રિજ તૂટવાની ઘટના બની રહી છે. છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી ? શું આ નવીન બનેલા ઓવરબ્રિજ ઉપર અત્યાર સુધીમાં આઠમી વખતે સળિયા દેખાવા લાગ્યા સંકલન સમિતિમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવાતા નથી. કયા પ્રકારનું કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે. તે વાહન ચાલકોને સમજાતું નથી.
ત્રણ વર્ષમાં આઠમી વખતે સળિયા દેખાવા લાગ્યા છે. સળિયાને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફ્સાઈ રહ્યા છે. વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે. અને અકસ્માતનું કારણ પણ બની શકે છે. અને ઠરે ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે. સરિતા ફાટક ઓવર બ્રિજ જ્યારથી બન્યો છે. ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે.
પાદરાના ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયેલા જે વહેલી તકે પુરવામાં અને સારી ક્વૉલિટીનું મટીરીયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફનો સામનો ના કરવો પડે. વહેલી તકે બ્રિજ પરના રોડના ખાડા પુરવા અને રોડ ઉપર દેખાતા સળિયાનું રીપેરીંગ કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.

Related Posts