અમરેલી

સાવરકુંડલા ખાતે શાંતિમય માહોલમાં ચાલી રહેલ ધો. ૧૦ તેમજ ધો. ૧૨ બોર્ડ ની પરીક્ષા

ગુજરાતભરમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ જીવનની મહત્વની ગણાતી પરીક્ષા આપી રહયા છે અને આ માટે શિક્ષણ બોર્ડ સજ્જ થઈ ગયું છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર પૂર્ણ તૈયારીઓ છે અને ગુજરાત બોર્ડ પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ બોર્ડના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સાવરકુંડલા શહેરમાં આવેલ એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આવેલ પરીક્ષા કેન્દ્રમાં ધો. ૧૦ માં ૩૬૦ અને ધોરણ-૧૨ માં ૧૮૦ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો પરીક્ષાઓ આપી રહેલા છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ દ્વાર ઉપર તમામ વિદ્યાર્થીઓને શાળાના કર્મચારીઓ દ્વારા હોલ ટિકિટ ચેક કરી પ્રવેશ આપવામાં આવે છે.

આ બાબતે શાળાના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પસાર થઇ રહી છે. તેઓએ વાલીઓ જોગ અપીલ કરેલ કે બાળકોને પ્રોત્સાહન મળે તેવું વર્તન વાલીઓએ કરવું જોઈએ. બાળકો નો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને બાળક નાસીપાસ ન થાય તે રીતે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. આ એક વર્ષની જ પરીક્ષા છે તેના જીવનની પરીક્ષા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કૂલ ૧૪ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાથી ૧.૧૫ લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને ૩૨ હજારથી વધારે આઈસોલેટેડ તેમજ ૩૯,૬૦૦ ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts