ગુજરાત

પોતાને એક પણ દિકરી નથી, છતાં પણ દર મહિને એક હજારથી વધુ દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડે છે રુપલબેન રાઠોડ

રાજકોટ મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાનની શરૂવાત એક નાની ઝુપડપટ્ટીમાંથી થયેલ. મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે. રુપલબેન પણ દરરોજ ઝુપડપટ્ટીની અંદર જઈને બાળકોને એકઠા કરી પ્રાથમિક શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો આપે છે.એક દિવસ અચાનક એવું બન્યુ કે મનીષભાઈ રાઠોડના ધર્મપત્નિ શ્રીમતિ રૂપલબેન રાઠોડના પોતાના કલાસમાં અચાનક ચાર–પાંચ દિકરીઓ એ કલાસમાં આવવાનું બંધ કરી દીધુ. વાત લગભગ આજથી દોઢ વર્ષ પહેલાની જ છે. બીજા બાળકોને પુછતા એવું માલુમ પડ્યું કે એ તપાસ કરી દિકરીઓ ઘરે જ હોય છે પણ કલાસમાં નથી આવી રહી. રૂપલબેનને આ પ્રશ્ન બહુ સતાવવા લાગ્યો, અને એ દિકરીઓના ઝૂપડે રૂબરૂ જઈને દિકરીઓને પુછતા શરમની મારી દિકરીઓ તો કઈના બોલી પરંતુ તેમની માતાએ જણાવ્યું કે દિકરીઓ પહેલી વખત માસીક આવ્યું છે. જુનવાણી પરપરા મુજબ બધી દીકરીઓએ એક અલગ ખુણામાં બેસાડવામાં આવેલ.રૂપલબેને તેમના પતિશ્રી મનીષભાઈને દોડાવ્યા અને નજીકમાંથી સેનેટરી પેડના પેકેટ મંગાવ્યા. અંદાજે ૩૦ મિનિટ જેટલો સમય લાગ્યો દિકરીઓ અને માતાઓને સેનટરી પેડ વિશેની સમજણ આપતા. દિકરીઓએ સહર્ષ સેનેટરી પેડનો સ્વીકાર કર્યો અને બીજા જ દિવસની કલાસમા આવવાની શરૂઆત પણ કરી . દિકરીઓના ચહેરા પર જે ખુશીની લહેર હતી તેનો શ્રેય શ્રીમતી રૂપલબેન અને તેમના પતિશ્રી મનીષભાઈને મળે છે.

તે રાત્રે રૂપલબેન બરોબર સૂઈ ના શકયા આ તો માત્ર મારા કલાસની ચાર દિકરીઓ હતી, સ્લમ વિસ્તારો અને ઝૂપડપટ્ટીમાં આવી કેટલી દિકરીઓ હશે ? રૂપલબેને તેમના પતિને આ વાત કરી તેમની સંમતી અને સાથ સહકારથી શ્રીમતી રૂપલબેન રાઠોડે પોતાના જન્મદિવસ ૨૪/૭ ના દિવસે “પ્રોજેકટ મુસ્કાન” ની શુભ શરૂઆત કરી.
“પ્રોજેકટ મુસ્કાન” માં થોડુ અલગ અને પડકારરૂપ કાર્ય હતું. સ્લમ વિસ્તારોના બહેનોને એકઠી કરવી, તેને સેનટરી પેડની સમજણ આપવી અને ફ્રી માં સેનેટરી પેડ વિતરણ કરવા, શરૂઆતમાં થોડી ઘણી તકલીફો થઈ પર તુ તેમના પતિશ્રી મનીષભાઈ રાઠોડ સતત સાથ–સહકાર આપી રહયા હતા. પેડનું પેકીંગ, સેમિનાર માટેની જગ્યા, ટ્રાન્સપોર્ટેશન બધુ મનીષભાઈ અરેન્જ કરી આપતા રૂપલબેન માટે વધુ સરળ બની રહયું હતું ધીમે ધીમે “પ્રોજેકટ મુસ્કાન” દ્વારા જરૂરીયાતમદ સ્લમ વિસ્તારોની માત્ર દિકરીઓની સરકારી શાળાઓ , આંગણવાળી કેન્દ્રો, વિકાસ ગૃહ, અને હોસ્ટેલ તથા કન્યા છાત્રાલયોમાં પણ નિઃશુલ્ક પેડ વિતરણ શરૂ કરેલ . ધીમે ધીમે આ એક ટીમવર્ક થવા લાગ્યું. રાજકોટ, જામનગર, વાંકાનેર, મોરબી ઉપરાંત, ધ્રોલ, જોડીયા, ભાદરા,બાલંભા, કોટડા સાંગાણી, આણંદપર જેવા ઘણા નાના ગામડાઓ સુધી પણ નિઃશુલ્ક પેડ વિતરણ કરેલું.જોતજોતામાં મેંગોપીપલ પરીવાર આજે બાર વર્ષથી કાર્યરત છે અને પ્રોજેક્ટ મુસ્કાન પણ છેલ્લા આઠ  વર્ષથી સતકર્મ કરી રહેલ છે. હવે તો જરૂરીયાતમંદ દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડની સાથે નિઃશુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ વિતરણ કરાય છે. આ લખાય રહ્યું છે ત્યારે હાલ દર મહિને એક હજારથી વધુ દીકરીઓ લાભ લઇ રહી છે.ઉપરાંત પ્રોજેક્ટ મુસ્કાન ના ફાવુંન્ડર શ્રીમતી રૂપલબેન રાઠોડનો આજે જન્મદિવસ પણ છે.પ્રોજેક્ટ મુસ્કાનમાં આપણું અમૂલ્ય સહયોગ આપવા માટે તથા સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ મો. 9276007786 નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.
ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ…

Related Posts