સુરત બારડોલી સ્વરાજ આશ્રમ થી પ્રસ્થાન થઈ સુરત ખાતે સરદાર સન્માન યાત્રા નું આગમન થતા દામનગર યુવા આર્મી દામનગર ટિમ દ્વારા ભવ્ય સત્કાર કરાયો સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જ્યંતી પૂર્વે સરદાર પટેલ ના નિવાસ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે થી ગોપાલભાઈ વસ્તપરા દ્વારા આયોજિત સરદાર સન્માન યાત્રા નું સરદાર પટેલ ના માનસ પુત્રી પૂજ્ય નિરંજના બા ઉપસ્થિતિ માં પ્રસ્થાન કરાયું હતું સરદાર સન્માન યાત્રા માં અનેકો નામી અનામી સરદાર પ્રેમી ઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે સરદાર સન્માન યાત્રા ૧૧ સપ્ટેબર થી ૨૨ સપ્ટેબર સુધી ૧૮૦૦ કિમિ ના ૬૨ જેટલા તાલુકા ઓમાંથી પસાર થઈ ભગવાન શ્રી સોમનાથ ખાતે વિસર્જન થશે યાત્રા દરમ્યાન અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં અનેક અભિયાનો વિચાર ક્રાંતિ ઓ સાથે રાષ્ટ્ર ભાવન ની લહેર પ્રગટાવશે સરદાર સન્માન યાત્રા સુરત શહેર માં પ્રવેશતા જ દામનગર શહેર ની ૧૪૦૦ થી વધુ યુવાનો નું સંગઠન સરદાર પટેલ યુવા આર્મી ના અનેક યુવાનો ઉપસ્થિત રહી ભવ્ય સત્કાર કર્યો હતો જય સરદાર ના ગગન ભેદી નારા સાથે બારડોલી થી પ્રસ્થાન થયેલ સરદાર યાત્રા આજે સુરત શહેર માં પધારતા સરદાર પટેલ મહા મુત્સદી ના વિચારો ની લહેર પ્રગટી હતી દામનગર શહેર ના ૧૪૦૦ થી વધુ યુવાનો ધરાવતી સંસ્થાન સરદાર પટેલ યુવા આર્મી ટિમ ના યુવાનો એ સરદાર સન્માન યાત્રા નું શહેર માં પ્રવેશતાજ ભવ્ય સત્કાર કરી જય જય સરદાર ના નારા સાથે સ્વાગત કર્યું હતું
બારડોલી સ્વરાજ આશ્રમ થી પ્રસ્થાન સરદાર સન્માન યાત્રા સુરત ખાતે આગમન થતા સરદાર પટેલ યુવા આર્મી ટિમ દામનગર દ્વારા ભવ્ય સત્કાર


















Recent Comments