અમરેલી

અમરેલી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની હોકી રમતની સ્પર્ધા તા.૯મી ડિસેમ્બરથી શરૂ થશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા અમરેલી ખાતે સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્ર ઝોન હોકી, અ-૧૭, ૧૪, ઓપન એજ ગ્રુપ બહેનો/ભાઈઓની સ્પર્ધા સરદાર પટેલ રમત સંકુલ, ચિતલ રોડ ગોળ દવાખાનાની બાજુમાં, અમરેલી ખાતે તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૧૪/૧૨/૨૦૨૫ સુધી યોજનાર છે. જે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમજ ઉત્સાહ વધારવા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને સ્પર્ધા નિહાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, અમરેલીની યાદીમાં જણાવ્યું છે.

Related Posts