સાવરકુંડલા જેસર રોડ ગીતાંજલિ સોસાયટીમાં છેલ્લા ૨૩ વર્ષથીમાં નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી મહોત્સવ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ગીતાંજલિ સોસાયટી પરિવાર દ્વારા કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગીતાંજલિ સોસાયટીમાં છેલ્લા ૨૩ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે.
આ આયોજનની મુલાકાતે પધારેલા સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ. ઉપપ્રમુખ મયુરભાઈ રબારી શહેર ભાજપ મહામંત્રી મોહિતભાઈ સુદાણી વોર્ડ નંબર ૮ના સદસ્ય પતિ હેમાંગભાઈ ગઢીયા શહેર ભાજપ મંત્રી મેહુલભાઈ કળથીયા તેમજ સાથે મિત્રો સાથે પધારી ગીતાંજલિ સોસાયટીના આયોજનને બિરદાવ્યું હતું તેમજ માં આદ્યશક્તિના દર્શન કર્યા હતા. ગીતાંજલિ સોસાયટીના નવરાત્રી મહોત્સવ આયોજનમાં પધારેલા માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું ગીતાંજલિ સોસાયટી પરિવાર દ્વારા હૃદયથી અભિવાદન કરવામાં આવ્યું .

















Recent Comments