અમરેલી

સાવરકુંડલા વીડી કાણકિયા કોલેજ માં વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કોલેજના બાળકોમાં દેશભક્તિનો જુવાળ

તા. 26 ડિસેમ્બર ના સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, વીડી કાણકિયા કોલેજમાં વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસે શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ ના બે નાના સાહિબજાદા, બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ ના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સૌ પ્રથમ નવ નિયુક્ત પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શીખ ગુરુઓના જીવન અને બલિદાનની વાર્તાઓ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી. વિદ્યાર્થીઓને વીર બાળ દિવસ ના મહત્વ વિશે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ વિસ્તૃત માહિતી આપી અને તેમને દેશભક્ત બનવા માટે પ્રેરિત કર્યા  કર્યા હતા. કોલેજના આચાર્ય એસ.સી.રવિયા એ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, “વીર બાળ દિવસ આપણને દેશપ્રેમ અને બલિદાનની ભાવના જગાવે છે.

આપણે આપણા વીરોના બલિદાનને ક્યારેય ભૂલી શકીએ નહીં”. આ કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધશે તેવી આશા રાખવામાં આવે છે.આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, દંડક અજયભાઈ ખુમાણ, નવ નિયુક્ત ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ પૂર્વ  તાલુકા પ્રમુખ  જીવનભાઈ વેકરીયા, પૂર્વ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ,મહામંત્રી વિજય સિંહ વાઘેલા, કાર્યક્રમ ઇન્ચાર્જ સંજયભાઈ કામળીયા, નગરપાલિકા સદસ્ય કેશુભાઈ બગડા, મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેણા, સદસ્ય હેમાંગભાઈ ગઢિયા,યુવા ભાજપ મહામંત્રી કિશનભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વિકમા, મરસિંહ રાઠોડ, મયુર ભાઈ  ખાચર,રણછોડભાઈ, અનિલ ગોહિલ ,શહેરના  ભાજપના કાર્યકર્તા, કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર એસ.સી.રવિયા તેમજ સ્ટાફ  ઉપસ્થિત રહ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts