અમરેલી

સાવરકુંડલા વિવેકાનંદ રાત્રી શાખા દ્વારા રામ મંદિર ની વર્ષ ગાંઠ નિમિતે મહાઆરતી યોજવામાં આવી.

સમગ્ર શહેર માંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ મહાઆરતી નો લાભ લીધો.

             સાવરકુંડલા શહેરના નેસડી રોડ, સર્વોદય નગર ખાતે સ્વામી વિવેકાનંદ રાત્રી શાખાના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સંચાલિત સ્વામી વિવેકાનંદ રાત્રી શાખા સાવરકુંડલા નગર દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્ર ની મહા આરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અયોધ્યા  ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જ્યારે તેમનાં નિજ મંદિરમાં બિરાજ્યાં તેને એક વર્ષ પૂર્ણ થતા તેમની વર્ષગાંઠ નિમિતે પાવન પર્વ નિમિતે સ્વામી વિવેકાનંદ રાત્રી શાખા દ્વારા રામચંદ્ર ભગવાન ની મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારો માંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા આરતી ઉતારી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાખાના સ્વયં સેવક જસ્મીનભાઈ ટાંક તેમજ શાખા કાર્યવાહ પ્રદિપ શિયાળ દ્વારા જહમેત ઉઠાવી હતી.

Related Posts