લાઠી ના શાખપુર ખાતે શાળા આરોગ્ય તપાસ નું આયોજન આજ રોજ લાઠી તાલુકા ની શાખપુર ગામની સરકારી માધ્યમિક શાળા, કુમાર અને કન્યા પ્રાથમિક શાળા ખાતે શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ નું આયોજન કરેલ હતું. જેમાં ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, ડો. મિતલ શેલીયા, ફાર્માસિસ્ટ તૃપ્તિ બોરીચા અને વિલાસ સાગઠીયા, આશા બહેનો દ્વારા શાળા ના તમામ વિદ્યાર્થીઓ નું વજન, ઊંચાઈ કરી બી. એમ. આઈ. કાઢી પોષણ ની સ્થિતિ નું મૂલ્યાંકન કર્યું હતું. ઉપરાંત, તમામ ની ડિજિટલ મશીન થી લોહી ની હીમોગ્લોબિન તપાસ, ઓટોસ્કોપી અને ઓપ્ટેલ્મોસ્કોપી જેવા આધુનિક સાધનો થી સ્થળ પર જ આંખ, કાન, ગળા ની તપાસ વગેરે તબીબી તપાસ કરી જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ ને સ્થળ પર સારવાર આપી હતી. તમામ વિદ્યાર્થીઓ ને વિવિધ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી વાલી મિટિંગ યોજી સારવાર આપેલ વિદ્યાર્થીઓ ની આરોગ્ય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ પ્રકાર ની આરોગ્ય તપાસ માં જોવા મળેલ હૃદય રોગ, કિડની અને આંખની ખામી જેવા જીવલેણ રોગો ની સફળતા પૂર્વક સારવાર પૂરી કરવામાં આવી હતી.
લાઠી ના શાખપુર ખાતે શાળા આરોગ્ય તપાસ નું આયોજન


















Recent Comments