નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કુકાવાવ ગામની વર્ષો જૂની પે-સેન્ટર કન્યા શાળા-૨ નું અંદાજે 91.50 લાખના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત.7 કલાસરૂમ, મધ્યાહન ભોજન શેડ, સેનીટેશન સુવિધા તેમજ કંપાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્તગુણવત્તા યુક્ત કામગીરીની ટકોર સાથે ધારાસભ્ય દ્વારા થયું વધુ એક વિકાસ પ્રકલ્પનું ખાતમહુર્તઅમરેલી : અમરેલી જિલ્લો પણ શિક્ષા ક્ષેત્રે પાછળ ન રહે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના થકી જ અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં શાળાઓના નવનિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જરૂરી સુવિધાઓ ધારાસભ્ય કૌશિકભાઈના પ્રયાસોથી આવી રહી છે.શુક્રવારે વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે મોટી કુકાવાવ ગામની વર્ષો જૂની પે-સેન્ટર કન્યા શાળા-૨ નું અંદાજે 91.50 લાખના ખર્ચે નવા 7 કલાસરૂમ, મધ્યાહન ભોજન શેડ, સેનીટેશન સુવિધા તેમજ કંપાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જણાવ્યું કે, ‘વ્યક્તિત્વની સમૃદ્ધિનો આધાર એ શિક્ષણ જ ગણાય આથીજ શિક્ષણનું મહત્વ સમજીને રાજ્ય સરકારે બજેટમાં મોટો હિસ્સો શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવ્યો છે. કુંકાવાવમાં કન્યા કેળવણી માટે શાળામાં ઉચ્ચકક્ષાની સુવિધાઓ મળશે. આગામી સમયમાં વિસ્તારની જરૂરિયાતોને ધ્યાને લેતા વિકાસકાર્યોની આ શ્રૃખંલા શરૂ રહેશે.’અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં રૂ. ૧૨.૫ કરોડથી વધુના ખર્ચે અમરેલી કુકાવાવ તેમજ વડીયા વિસ્તારની પ્રાથમિક શાળાઓના ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. જેના સંદર્ભે તાજેતરમાં જ વડિયા ખાતે 83 લાખના ખર્ચે મોંઘીબા કન્યા પ્રાથમિક શાળાના નવીનિકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિધાનસભા વિસ્તાર ઉત્તમ થી સર્વોત્તમ તરફ વધે તેવા સંકલ્પ સાથે કર્તવ્યબદ્ધ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા એક અઠવાડીયામાં મતવિસ્તારના શિક્ષણક્ષેત્રે બીજું મોટું કામ શરૂ કરાવવામાં આવ્યું છે.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગોપાલભાઈ અંટાળા,તાલુકા પંચાયતના શ્રી પી.વી.વસાણી સહિત જન-પ્રતિનિધિઓ, શ્રી સંજયભાઈ લાખાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments