ભાવનગર

પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE) 2025-26 માં ગણેશ શાળા – ટીમાણાના 5 બાળકોની પસંદગી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) 2025-26ની મેરીટ યાદી ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણા ના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ ગામ ટીમાણાએ 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ નહીં પણ તળાજા તાલુકામાં પસંદગી પાત્ર પાંચેય બાળકો એક જ શાળા એટલે કે ગણેશ શાળા – ટીમાણાના જ પસંદગી પામ્યા છે.આ સાથે બારૈયા પ્રતીક જીવરામભાઇ 107 ગુણ,પંડ્યા પૂર્વાબેન મુકેશકુમાર 107 ગુણ,પંડ્યા વરુણ રમેશભાઈ 106 ગુણ તથા ઠાકર સાર્થક અલ્પેશકુમાર 104ગુણ સાથે સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહ્યા છે.અઠવાડિયા પહેલા જાહેર થયેલ પ્રખરતા શોધ કસોટીમાં પણ 48 બાળકોની શિષ્યવૃત્તિમાં પસંદગી સાથે ગણેશ શાળા ટીમાણા સમગ્ર ભાવનગર જિલ્લા અને રાજ્ય કક્ષાએ અગ્રેસર રહી હતી. ત્યારે ટૂંક સમયમાં આ બીજા પરિણામમાં પણ સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહીને શાળાના બાળકોએ શાળાનું તથા સમગ્ર તાલુકા અને જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ગૌરવવંતુ બનાવ્યું છે. ગણેશ શાળા ટીમાણાના બાળકો વિવિધ પરીક્ષાઓ અને પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા હોય છે ત્યારે આ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના પરિણામે પણ શાળાના પરિસરમાં આનંદનું વાતાવરણ ઊભું કર્યું હતું. ગણેશ શાળા ટીમાણા પરિવારે શિષ્યવૃત્તિ માટે પસંદગી પામનાર દરેક બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts