અમરેલી

સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શ્રી ગાયત્રી મંદિર પરિસર માં સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના પરિવાર ના સહયોગ થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ યોજાયો જેમાં આંખ ના તમામ રોગ ની વિના મૂલ્યે તપાસ કરાય હતી મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો દ્વારા મોતિયા ના દર્દી ઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવા લાવવા ઓપરેશન દવા ટીપાં ચશ્માં રહેવા જમવા ની તમામ સુવિધા આપતા નેત્રયજ્ઞ દામનગર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દી નારાયણે લાભ મેળવ્યો હતો આ સેવાયજ્ઞ માં સ્વ મનીષાબેન વિનંતીરાય તન્ના પરિવાર દ્વારા તમામ દર્દી નારાયણો ને અલ્પહાર અર્પણ કરાયો હતો આ સેવા યજ્ઞ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના સ્વંયમ સેવી ઓએ સેવા આપી હતી 

Related Posts