અમરેલી

કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજળીયા ની નિશ્રા માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા જીવન વિધા પરીચય શિબિર યોજાશે

બગસરા જીવન વિધા પરીચય શિબિર સેમીનાર શું આપ સુખ શાંતિ અને આનંદ પૂર્વક જીવન જીવવા ઈચ્છો છો ? હા, તો આવતા શનિવાર ની ‘જીવન વિધા પરીચય શિબિર”માં ખાસ પધારો.અનુરોધ

આજે આપણે સૌ અનેક સમસ્યાઓથી પીડાઇ રહ્યા છીએ. અંદરો અંદરના રાગ, દ્રેષ, ભય અને ઝધડા વઘી રહયા છે, આપણે સૌ તણાવમાં જીવન જીવી રહ્યા છીએ, પરીણામે આપણને જીવન જીવવાનો અસલી આનંદ મળતો નથી, તેવા વિપરીત સમયે જીવન વિધા શિબિર, એક રામબાણ ઈલાજ છે તેવી પ્રતિતિ આજે અનેક લોકોને થઈ રહી છે, ત્યારે બગસરા વિસ્તાર ના લોકોને જીવન વિદ્યા શિબિર વિશેનું પ્રાથમિક માર્ગદર્શન મળે, તેવા શુભ આશયથી સીનીયર સીટીઝન પરીવાર બગસરા અને સાથી સંસ્થાઓ દ્વારા એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે. આ શિબિરમાં ગુજરાત ના જાણીતા શિબિર સંયોજક શ્રી યોગીતાબેન રાજકોટ થી ખાસ ઉપસ્થિત રહી આપણને સૌને શિબીર નો હેતુ, કાર્યપદ્ધતિ અને તેના ફાયદા વિશે જરૂરી માર્ગદર્શન આપશે.પ્રાકૃતિક કૃષિ અભિયાન ના પ્રણેતા શ્રી પ્રફુલભાઈ સેજળિયા ના સાનિધ્ય માં આયોજિત આ અમૂલ્ય શિબિર નો લાભ લેવા, આપ સૌને સહપરીવાર સાથે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે તારીખ ર૭/૦૯/૨૦૨પ, શનિવાર બપોરે ૩:૦૦ કલાકે સ્થળ મોટા રામદેવપીર મંદીરે, ટેલીફોન એક્સચેન્જ પાસે, બગસરા.આયોજક પ્રમુખ સીનીયર સીટીઝન પરીવાર બગસરાવિશેષ માહિતી માટે રામભાઈ અમરેલીયા  94284 68749 સંપર્ક કરવો 

Related Posts