રાષ્ટ્રીય

ઑસ્ટ્રેલિયા ના મેલબોર્નમાં ટારનેટ ખાતે સિનિયર સીટીઝન સભ્યો એ કાશ્મીર હુમલા ના મૃતકો ને શ્રદ્ધાંજલિ

સુરત ઑસ્ટ્રેલિયા ના મેલબોર્નમાં ટારનેટ ખાતે કાશ્મીર હુમલા ના મૃતકો ને શ્રદ્ધાંજલિ ગોલ્ડન એજ કૉમ્યુનિટી  ગુરુવારે ૨૪/૦૪/૨૦૨૫ સમય ૧૧:૩૦ કલાકે કમ્યૂનિટી સેન્ટરમાં મળીને રાષ્ટ્રગીત સાથે સભાની શરૂઆત કરી ત્યારબાદ પ્રભુ પ્રાર્થના જગદીશભાઈ જોષી એ કરાવી હતી.સિનિયર સિટિઝન સભ્યોએ કાશ્મીરના હુમલાના મૃતક આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી ભારતમા કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આંતકવાદી દ્વારા થયેલ હુમલાને વખોડી કાઢી હુમલામાં અવસાન પામેલા લોકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી ગોલ્ડન એજ કોમયુનીટી ક્લબ માં નવા જોડાયેલા સભ્યો કૌશીકભાઈ કામદાર નુ સ્વાગત નિતિનભાઇ પટેલ તથા વીરાભાઈ એ પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું શૈલેષભાઈ દ્વારા તેમના ચાઇના પ્રવાસ ની જાણકારી આપી હતી અને ક્લબના નવા આયોજન વિશે પણ જાણકારી આપી હતી દિલીપભાઈ પુરબીયા એ સૌ સિનિયર સિટીઝન સભ્યો સંપી એકઠા થઈ ને જીંદગી ની મોજ માણવા અપીલ કરી હતી

સૌના સહકારથી સૌ આનંદ કરીશું નો સદેશ આપ્યો અને ક્લબની પ્રગતિ અને નવાં આયોજન માટે આગળ વધીશું તેમ જણાવ્યું આ આયોજન ને સફળ બનાવતા દિનેશભાઈ જોગાણી જયેશભાઈ શાહ પ્રફુલભાઈ સોની હર્ષદભાઇ એ સહભાગી બન્યા સોને અલ્પાહાર માટે કુસુમબેન જ્યોત્સનાબેન જાડેજા નીતાબેન હેમાબેન એ સેવા આપી હતી 

Related Posts