રાષ્ટ્રીય

સિનિયર IPS સતીશ ગોલચા દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત

ગૃહ મંત્રાલયે ગુરુવારે વરિષ્ઠ ૈંઁજી અધિકારી સતીશ ગોલચાને દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા.
૧૯૯૨ બેચના ૈંઁજી અધિકારી, સતીશ ગોલચા હાલમાં દિલ્હીના ડિરેક્ટર જનરલ (જેલ) તરીકે નિયુક્ત છે.
“સક્ષમ અધિકારીની મંજૂરીથી, શ્રી સતીશ ગોલચા, ૈંઁજી (છય્સ્ેં્: ૧૯૯૨), હાલમાં દિલ્હીના ડિરેક્ટર જનરલ (જેલ) તરીકે નિયુક્ત, ચાર્જ સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી દિલ્હીના પોલીસ કમિશનર પદ પર નિયુક્ત કરવામાં આવે છે,” ગૃહ મંત્રાલય દ્વારા એક આદેશમાં જણાવાયું છે.
ગોલચા હોમગાર્ડ્સના ડિરેક્ટર જનરલ એસ.બી.કે. સિંહનું સ્થાન લેશે, જેમને ૧ ઓગસ્ટના રોજ ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી પોલીસના કાર્યકારી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ગોલચા અગાઉ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડ્ઢઝ્રઁ), જાેઈન્ટ કમિશનર અને સ્પેશિયલ કમિશનર ઓફ દિલ્હી પોલીસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
૨૦૨૦ માં ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) તરીકેની તેમની કામગીરી માટે તેમને પ્રસિદ્ધિ મળી. તેમણે ફેબ્રુઆરી ૨૦૨૨ થી જૂન ૨૦૨૩ સુધી અરુણાચલ પ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડ્ઢય્ઁ) તરીકે પણ સેવા આપી હતી, ત્યારબાદ તેમને દિલ્હી પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

Related Posts