સુરત સિવિલ ડિફેન્સના સિનિયર સૈનિકને રાષ્ટ્રપતિ મેડલ જાહેર.૨૬ જાન્યુઆરી ના દિવસે સુરત નાગરિક સંરક્ષણ સંરક્ષણ દળ સુરતમાં કાપોદ્રા ડિવિઝનના ડિવિઝનલ વોર્ડન તથા કોળી સમાજનું ગૌરવ શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાને મહામહિમ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી ત્યારે સમાજ અગ્રણી, અધિકારીઓ અને ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સિવિલ ડિફેન્સનાં કાપોદ્રા ડિવિઝનલ વોર્ડન જાલમભાઈ મકવાણાને શુભેચ્છા પાઠવી હતી, સાથે સુરત સિવિલ ડિફેન્સ પરીવાર તરફથી જાલમભાઈ મકવાણા ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
સિવિલ ડીકેન્સ સુરતના કાપોદ્રા ડીવીઝનમાં ડીવીઝનલ વોર્ડન તરીકે સેવા આપતા શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણા નાઓને નાગરિક સંરક્ષણ દળ સુરતમાં લાંબી પ્રશંસનીય વિશીષ્ટ સેવા આપવા બદલ નિયંત્રક નાગરિક સરક્ષણ અને જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ડૉ. સૌરભ પારધી તથા ડી.જી.પી.(હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ) ના શ્રી મનોજ અગ્રવાલ સાહેબની ભલામણથી મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિન પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.
શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણા નાઓ સુરત યુનિટમાં ૨૫ વર્ષથી કાર્યરત છે તેઓએ રેલ. ભૂકંપ, આગ હોનારત, તથા કોરોના જેવી આફતોમાં મહત્વની રાહત બચાવ કામગીરી કરી છે. તથા ૫૦૦૦ જેટલા નાગરિકોને નાગરિક સંરક્ષણની બેઝીક તાલીમ માટે સહકાર આપેલ છે તેમજ ફાયર, સર્ચ એન્ડ રેસ્કયુની તાલીમ આપવામાં સહકાર આપી ચુક્યા છે. જે બદલ વર્ષ ૨૦૧૩ માં તેમને માનનીય મુખ્યમંત્રીશ્રી ના ચંદ્રકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૫ પ્રજાસત્તાક દિન પ્રસંગે મહામહીમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક જાહેર થયેલ બાબતે સમાજીક ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે સર્વ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી, તથા જાલમભાઇ મકવાણા દ્વારા હ્રદયથી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Recent Comments