બોલિવૂડ

શનાયા કપૂર ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં‘ થી બોલીવુડમાં કરશે ડેબ્યૂ

અભિનેત્રી શનાયા કપૂર છેલ્લાં ત્રણ વર્ષથી બોલીવૂડમાં ડેબ્યૂના પ્રયાસ કરી રહી હતી ત્યારે હવે તેની પહેલી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં‘ આગામી તા. ૧૧મી જુલાઈએ રીલિઝ થશે તેવું નિર્માતા અને દિગ્દર્શક દ્વારા ઓફિશિયલી જાહેર કરાયું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી તેનો સહકલાકાર છે. ફિલ્મની વાર્તા વિશે કોઈ વિગતો અપાઈ નથી પરંતુ એમ મનાય છે કે આ એક રોમાન્ટિક ફિલ્મ હશે.
સંતોષ સિંહે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અગાઉ કરણ જાેહર શનાયાને લોન્ચ કરવાનો હતો. આ માટે એક પ્રોજેકટની જાહેરાત પણ થઈ હતી પરંતુ પછી કોઈ કારણોસર એ ફિલ્મ બની ન હતી. શનાયા સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથેની ‘વુષભ‘ ફિલ્મ પણ સાઈન કરી ચૂકી છે.
અભિનેત્રી શનાયાના પરિવારમાંથી અગાઉ જાહ્વવી કપૂર અને બાદમાં ખુશી કપૂર બંને બોલીવૂડ ડેબ્યૂ કરી ચૂક્યાં છે.

Related Posts