ખેલ મહાકુંભમાં શ્રી સરકારી માધ્યમિક શાળા- ઢુંઢસરએ ઝળહળતી પ્રાપ્ત કરતા જિલ્લા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. વિવિધલક્ષી ગુરુકુલ હાઈસ્કૂલ-સોનગઢ ખાતે જિલ્લા રમત ગમત અધિકારી ના માર્ગદર્શન નીચે યોજાયેલ ખેલ મહાકુંભ 3.0 માં અન્ડર-17 બહેનો ની ફૂટબોલ સ્પર્ધા યોજાયેલ. જેમાં સિહોર તાલુકા સરકારી માધ્યમિક શાળા એવી શ્રી ઢુંઢસર માધ્યમિક શાળા એ જિલ્લા કક્ષાએ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરતાં પ્રથમ નંબર મેળવેલ. શ્રી ઢુંઢસર માધ્યમિક શાળાની બહેનો એ ઉત્તમ પ્રદર્શન કરી ભાવનગર જીલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતું. ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત આ સ્પર્ધામાં શ્રી ઢુંઢસર માધ્યમિક શાળાએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું. જેમાં જિલ્લા ચેમ્પિયન બનેલ શ્રી ઢુંઢસર માધ્યમિક શાળાની દરેક બહેનો ને રૂ.3000 લેખે 48000 રૂપિયા નું ઇનામ રોકડ પુરસ્કાર તરીકે પ્રાપ્ત થશે.જેમાં ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ આચાર્યશ્રી,કોચ દિનેશભાઇ બારૈયા અને વર્ષાબેન પરમાર તથા માર્ગદર્શક તરીકે એ.બી. નકુમ દ્વારા માર્ગદર્શન પ્રશંસનીય છે.શાળા પરિવારે વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા ને અભિનંદન પાઠવતા આગામી રાજ્યકક્ષાએ સફળતા મળે તે માટે શુભેચ્છાઓ પાઠવેલ.
ખેલ મહાકુંભ 3.0 માં અન્ડર – 17 ફૂટબોલ બહેનો ની સ્પર્ધામાં શ્રી સરકારી માધ્યમિક શાળા- ઢુંઢસર જિલ્લા ચેમ્પિય


















Recent Comments