અમરેલી

સાવરકુંડલા તાલુકાના તારીખ તારીખ ૧૬ ના  રોજ પડેલ અતિભારે વરસાદના કારણે થયેલ નુકસાનની સ્થળ મુલાકાત લેતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત

સાવરકુંડલા તાલુકાના ખારાપાટ વિસ્તારોમાં  તારીખ ૧૬/૬ ના રોજ પડેલ હતી ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે અને નદીઓના પાણી ખેડૂતોના ખેતરમાં આવ્યા જેથી હજારો વીઘા ખેતરો નદીઓ થઈ હતી જેથી જૂના પાળા ધરાશાયી થઈ ખેડૂતોના ખેતરોના પાણી ભરાઈને માટી તણાઈ ગઈ અને બિયારણ પણ ધોવાઈ ગયા અને નદી ઓમાં તણાઈ ગયા જેથી હવે ખેડૂતોને ખેતરોમાં પુરાણ કરીને બાદમાં જ વાવણી થાય તેવી સ્થિતિ હાલ ઉભી થવા પામેલ છે હાલ આ ખેતરોની સ્થિતિ રણ  નિર્માણ થયેલ છે.

     આજરોજ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખેડૂતોને સાથે રાખીને  જમીનની મુલાકાત લીધી હતી  જેમાં હિપાવડલી, પીપરડી, ઘોબા, મેકડા, ફીફાદ, આંકોલડા વગેરે ગામોના  ખેડૂતો સાથે ચર્ચા કરતા ખેડૂતોએ જણાવ્યું કે આજ દિન સુધી વહીવટી તંત્ર અને ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા સ્થળ ની મુલાકાતે આવેલ  નથી કે ખેડૂતો ની  વ્હારે આવેલ નથી

ત્યારે  અમો  સવારે 9:00 કલાકે હિપાવડલી ગામમાં ની મુલાકાતો ખેડૂતો સાથે ગયા હતા અને આ ગામના ખેડૂતોનું કહેવા પ્રમાણે કે અમારા ગામના હજારો વીઘાઓને નુકસાની થયેલ છે જ્યારે આ આ ગામના હિપાવલી ગામના ખેતરો જવાનો મુખ્ય પુલ સ્મશાન પાસે આવેલ છે તે પુલ બનાવમાં ભ્રષ્ટાચાર ના કારણે થોવાઈ ગયેલ છે અને ધરાશાયી થવાના કારણે 500 વીઘા જેટલી જમીનોમાં જવાઇ તેમ નથી અને વાવણી કરવા જવાય તેમ નથી. આ પુલ ધરાશયી ના કારણે આ 500 વીઘા જમીન નું હાલ પડતર પડેલ છે અને કોઈ વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવી નથી અને હિપાવડલી થી પીપરડી રોડ ટૂંક સમય પહેલા જ બનેલ તેમાં રોડ અને સાઈડની દીવાલો તૂટી જવાના કારણ રોડ બિસમાર હાલતમાં થઈ ગયેલ છે હજી ટૂંક સમય પહેલાં જ  આ રોડ બનાવવામાં આવેલ છે બાદમાં પીપરડી ગામમાં ની મુલાકાતે ગયેલ પીપરડી ગામમાં સૌથી વધુ નુકસાની થયેલ જેમાં આ પીપરડી ગામમાં સોલાર પ્લાન્ટ નો પ્રોજેક્ટ મોટો બનાવવામાં આવેલો છે જે વર્ષો જૂના પાણીના નિકાલ હતા તે આ સોલાર પ્લાન્ટ ના કારણે બંધ થવાના કારણે જે વાવેતર જમીનનો હતી તેમના પાણી નદીઓના ઘુસીયા હતા અને એક હજારો વીઘા કરતા વધુ જમીનનો જમીન નદીઓ બની હતી જેથી આ જમીનોમાં મોટા નેરા જેવી સ્થિતિ થઈ છે અને ખેડૂતોને ખેતી કરી ન શકે તેવી સ્થિતિ થયેલ છે અને પીપરડી થી ઘોબા રોડ પર ફલકું નદી આવેલ છે તે એક મહિના પહેલા આ નદીમાં પુલનું કામ ચાલુ કર્યું હતું  પીપરડી ગામના ગ્રામજનોએ ના પાડવા છતાં એજન્સી અને વહીવટી આ કામ ચાલુ કરેલ અને એક મહિનામાં કામ હજી ચાલુ થયું હતું ત્યાં  વરસાદ આવવાના કારણે હાલ ડાયવર્ઝન પણ ખોવાઈ ગયેલ છે અને હવે કોઈ ડાયવર્ઝન બને એમ નથી જેથી આ પીપરડી ગામનો મુખ્ય રોડ છે તે જેથી પીપરડી ગામને છ મહિના સુધી આ કામનો ડાયવર્ઝન ન થાય ત્યાં સુધી જઈ શકે તેમ નથી જેથી આ વહીવટી તંત્રની એજન્સી દ્વારા આ ગામના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં બહાર જઈ ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે અને ખેડૂતોના ખૂબ જ મોટા પ્રમાણમાં આ ગામમાં નુકસાન થયેલ છે અને તમામ વાવેલ બિયારણ પણ ધોવાઈ ગયેલ છે બાદ ઘોબા ગામની મુલાકાત લીધેલી જેમાં આ ગામમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પણ નુકસાન થયેલ છે જે અને લોકોના વાવેલ બિયારણ પણ નદીઓમાં ધોવાઈ ગયેલ છે અને આ ગામમાં ટૂંક સમય પહેલા બનાવેલી સ્કૂલ ની પ્રોટેક્શન દિવાલ દિવાલ નબળા કામના કારણે પડી ગયેલ છે અને આ દિવાલમાં બીમ કોલમ વગરની કરવાના અને બનાવતા સમયે પાણી ન પાયલ તેવું ગામ ગ્રામજનો જણાવેલુ જેથી નબળા કામના કારણે આ દિવાલ ધરાશાયી  થયેલ છે અને સ્કૂલના ઓરડાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલ છે જેથી ભવિષ્યમાં બાળકોના જીવન સાથે ખૂબ જ મોટું જોખમ  ઉભું થાય તેમ છે 

બાદમાં ફીફાદ, મેકડા અને  આકોલડા ગામની પણ મુલાકાત લીધેલી આ ગામોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોના ખેતરોમાં નુકસાન થયેલ છે અને વર્ષો જૂના પાળા અને ખેતરોના માટી બિયારણ પણ ધોવાઈ ગયેલ છે અને લાખો રૂપિયાની નુકસાની આ ગામોમાં થયેલ છે અને મેંકડા થી આંકોલડા ની વચ્ચે એક પુલ આવેલ જે લાખો રૂપિયાનો બનેલ હશે  જે નબળા કામ અને સ્ટીલ વગરનું બનાવવાના કારણે પુલ બેસી ગયેલ છે અને આ બંને ગામ વચ્ચે કનેક્ટિવિટી બંધ થયેલ છે આ પુલ બનાવવામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થવાના કારણે થયેલ છે જેથી સરકારનો ભ્રષ્ટાચારના લોકોને સામે આવેલ છે જેથી આ ગામોમાં ખેડૂતોને થયેલ  ક નુકસાની નું સર્વે કરાવી લોકોને વળતર આપવા માટે માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ સમય માંગી પ્રતાપભાઈ દુધાત ગાંધીનગર જશે અને આ ખેડૂતોને વાહરે સરકાર આવે તેવી માંગ માન. મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને આગલા વર્ષે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અમરેલી જિલ્લામાં નુકસાન થયેલ ત્યારે પણ અમરેલી જિલ્લાને વળતર બાકાત રાખેલ જેથી જૂના  જૂના વર્ષનું પેકેજ  આપવા અને આ વર્ષે થયેલ અમરેલી જિલ્લાના ગામોનું સર્વે કરાવી વળતર  આપવાની માંગણી લેખીત પણ કરી છે અને માન્ય મુખ્યમંત્રી સમય આપશે ત્યારે રૂબરૂ ખેડૂતો માટે ગાંધીનગર જશે અને તેમ છતાં કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો ખેડૂતોને સાથે લઈ ધરણા પર બેસશે તેવી વાત માનનીય પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જણાવેલ છે અને આ ગામની મુલાકાત સમયે સાવરકુંડલા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેશભાઈ દેવાણી, સાવરકુંડલા તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા જશુભાઈ ખુમાણ, સેવાદળ ના પ્રમુખ અશ્વિનભાઈ ધામેલીયા, તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઈ રાદડિયા તેમજ ગામના આગેવાન અને ખેડુતો મોટી સંખ્યામાં હાજર હતા.

Related Posts