પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે. કુંભસ્નાન સાથે ભાવિકો લાભ લઈ રહ્યાં છે.
મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે થયેલાં આયોજનમાં કુંભસ્નાન સાથે ભાવિકો ભાગવત કથા લાભ લઈ રહ્યાં છે.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉત્તરાયણ પર્વ સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા પ્રારંભ થયો છે, ત્યારે તેઓએ ભાગવત મહાત્મ્ય સાથે કુંભપર્વમાં મળેલાં લાભનો અહોભાવ સાથે રાજીપો વ્યક્ત કર્યો.
પ્રયાગરાજમાં જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો ભાવિક સેવકોને લાભ મળી રહ્યો છે.
શ્રી ગિરનારીબાપુનાં સ્મરણ સાથે મહંત શ્રી ગરીબરામબાપા અને વરતેજ શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા સેવા કાર્ય થઈ રહ્યું છે.
Recent Comments