અમરેલી

શ્રી મદનમોહન લાલજી પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ આયોજિત ભાગવતાચાર્ય શાસ્ત્રીજી મહેશભાઈ જોશી ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા નો પ્રારંભ

દામનગર સમસ્ત વૈષ્ણવ સમાજ આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા નો ધર્મઉલ્લાસ થી પ્રારંભ શ્રી મદનમોહન લાલજી હવેલી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોશી ના વ્યાસાસને શ્રી મદ્રભાગવત કથા પ્રારંભ તા.૦૯/૦૬/૨૬ બપોરે ૪-૦૦ થી ૬-૩૦ કલાકે બે સત્ર માં યોજાયેલ કથા ની પોથી યાત્રા મુખ્ય યજમાન મનોરથી પ્રભુદાસભાઈ હકાણી પરિજન ના નિવાસ સ્થાન થી પ્રસ્થાન થઈ પુષ્ટિ માર્ગીય હવેલી ખાતે પહોંચી કથા દરમ્યાન માંગલિક પ્રસંગો કપિલ જમોત્સવ ભગવાન શ્રી નૃસિંહ પ્રાગટય શ્રી વામન જન્મોત્સવ શ્રી રામ જન્મોત્સવ નંદ ઉત્સવ ગોવર્ધન પૂજન રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર જેવા પ્રસંગો વેશભૂષા સાથે ઉજવાશે સમસ્ત વૈષ્ણવ સમાજ આયોજિત અનેક સદગ્રહસ્થ પરિજનો ના દિવ્ય મનોરથો શ્રી મદ્રભાગવત કથા નો રંગા રંગ પ્રારંભ થયો હતો કથા પૂર્ણાહુતું તા.૧૫/૦૬/૨૬ ને સાંજે ૬-૦૦ કલાકે થશે 

Related Posts