ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં 13 સપ્ટેમ્બરે સુશાસનના 4 વર્ષ પૂર્ણ કર્યા. મુખ્યમંત્રીશ્રીએ આ દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારતાં મહિલા સશક્તિકરણ અને માતૃ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા 4 વર્ષંમાં માતા અને બાળ આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર ગુજરાતમાં 2013થી 2023 દરમ્યાન એટલે કે 10 વર્ષમાં માતા મૃત્યુ દર (MMR) 112 પ્રતિ 1,00,000 જીવિત જન્મની સરખામણીમાં 54.5% ઘટીને વર્તમાનમાં (2023 સુધીના ડેટા મુજબ) 51 પ્રતિ 1,00,000 જીવિત જન્મ સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતની સ્થિતિ વધુ સારી છે. હાલમાં ગુજરાતનો MMR 51 છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 88 છે. તો રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં ગુજરાતે UN SDGના 2030 સુધીમાં માતા મૃત્યુ દરને 70થી નીચે લાવવાના લક્ષ્યને સમય પહેલાં જ હાંસલ કરી લીધું છે.
નોંધનીય છે કે, આ અસરકારક પરિણામો કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનું સંયુક્ત પરિણામ છે. ગુજરાતમાં નમો શ્રી યોજનાની સાથે, SUMAN, PMSMA, મમતા, ખિલખિલાટ જેવી યોજનાઓ પણ સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણનું ધ્યાન રાખી રહી છે.


















Recent Comments