fbpx
ગુજરાત

પંદરમી ગુજરાત વિધાનસભાનુંછઠ્ઠુ સત્ર ૧૯ ફેબ્રુઆરીથી મળશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ૨૦મી ફેબ્રુઆરીએ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરશે પ્રવક્તા મંત્રીશ્રીઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. ૧૯ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનાર બજેટ સત્ર ૨૮ માર્ચ સુધી ચાલશે. જેમા કુલ ૨૭ બેઠકો મળશે.૨૬ દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનાસંબોધનથી શરૂઆત થશે. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સત્રના બીજા દિવસ ૨૦મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રીશ્રીએઉમેર્યું હતું કે, આ વર્ષે રજૂ કરવામાં આવનાર બજેટ વઘુ સુવિધાજનક અને રાજ્યની વિકાસની નવી દિશા આપનારું હશે. વર્ષ ૨૦૨૫ ગુજરાતની પ્રગતિ માટે માઈલ સ્ટોન સાબિત થશે.આ સત્રમાં સરકારી વિધેયકો, બિન સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. આ ઉપરાંત માંગણીઓ અને પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે.

Follow Me:

Related Posts